વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ સાથે પોતાના નિવાસ સ્થાન પર મુલાકાત કરી. વડાપ્રધાન અથલીટોને તેમના શાનદાર પ્રદર્શન કરવા માટે સન્માનિત કરી રહ્યાં છે. પીએમ મોદીએ ખેલાડીઓનું સન્માન કરતા પહેલા તેમની સાથે બ્રેક-ફાસ્ટ પણ કર્યો. આ સિવાય તેમણે બ્રોન્ઝ મેડલ જીતનાર પીવી સિંધુની સાથે પોતાનો આઈસ્ક્રીમ ખાવાનો વાયદો પણ નિભાવ્યો ગઈકાલે ૧૫ ઓગસ્ટના પ્રસંગે લાલા કિલ્લા પર ઝંડો ફરકાવ્યા પછી નરેન્દ્ર મોદીએ ટોક્યો ૨૦૨૦માં ભાગ લેનાર ખેલાડીઓને કહ્યું, એથ્લીટ્સ પર વિશેષ કરીને આપણે એ ગર્વ કરી શકીએ છીએ કે તેમણે માત્ર દિલ જ જીત્યું નથી, તેમણે આવનારી પેઢીઓને પ્રેરિત કરવાનું ઘણુ મોટુ કામ કર્યું છે. પીએમ મોદી ખેલાડીઓને મળવા તેમની વચ્ચે પણ ગયા. આ દરમિયાન કોરોના પ્રોટોકોલનું ધ્યાન રાખવામાં આવ્યું.ટોક્યો ઓલિમ્પિકમાં આ વખતે ભારત તરફથી ૨૨૮ સભ્યોનું દળ મોકલવામાં આવ્યું હતું. ઓલિમ્પિકમાં મોકલવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટુ દળ હતું.ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય એથલીટોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. ભારત આ વખતે એક ગોલ્ડ સહિત કુલ ૭ મેડલ જીતવામાં સફળ રહ્યું. ભારતે એક ગોલ્ડ, ૨ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનું નામ કર્યું.