બોટાદમાં કોલેજ ખાતે જીલ્લા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમમાં સમગ્ર જીલ્લા સહીત રાણપુર તાલુકાના યુવા પત્રકાર વિપુલભાઈ લુહાર નું બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા ના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ
દેશમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પોતાના જીવની પરવા કર્યા વગર પત્રકાર તરીકેની સાચી કામગીરી કે લોકો માં કોરોના નો ભય ન રહે પણ સતર્કતા રહે તેમજ સરકાર તેમજ જિલ્લા પ્રશાસન દ્વારા લોકહીત માટે કોરોના સમયે લેવાતા નિર્ણય લોકો સુધી ઝડપથી પહોંચે તેમજ લોકો ને પડતી મુશ્કેલી સરકાર તેમજ વહીવટી વિભાગ સુધી પહોંચે જેના કારણે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં પત્રકાર તરીકે ની ફરજ પુરી નિષ્ઠાથી અને કર્તવ્ય નિષ્ઠા સમાન ઉત્કર્ષ કામગીરી કરવા બદલ બોટાદ જીલ્લા વહીવટી વિભાગ દ્વારા તે કામગીરી ની નોંધ લઈ 15 મી ઓગષ્ટ એટલે 75 માં સ્વતંત્રતા દિવસના પાવન પર્વ બોટાદ શહેરમાં કોલેજ ખાતે યોજાયેલ જીલ્લા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમની ઉજવણીમાં બોટાદ જીલ્લા સહીત રાણપુર તાલુકાના નીડર અને યુવા પત્રકાર વિપુલભાઈ લુહાર નું બોટાદ જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા ના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ.આ સમયે નિવાસી અધિક કલેક્ટર મુકેશ પરમાર તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા તેમજ ડી.વાય.એસ.પી. રાજદીપસિંહ નકુમ સહિતના જીલ્લાના અધિકારીઓ તેમજ જીલ્લાના આગેવાનોની હાજરીમાં રાણપુરના યુવા પત્રકાર(પ્રેસ રિપોર્ટર)વિપુલભાઈ લુહાર નું કલેક્ટરના હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવતા રાણપુર શહેર,રાણપુર તાલુકાના લોકો સહીત સમગ્ર બોટાદ જીલ્લાના લોકોએ અને આગેવાનોએ તેમજ પત્રકાર મિત્રો દ્વારા વિપુલભાઈ લુહાર ને શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવેલ.