સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જમીઅત ઉલમાએ હિન્દ દ્વારા રકતદાન અને વિના મુલ્ય દવાનું વિતરણ કાર્યક્રમ યોજાયો

127

ભારત ને આઝાદી અપાવવાના એક માત્ર હેતુથી રચાયેલ સંગઠન જમીઅત ઉલમાએ હિન્દ ની ભાવનગર શાખા દ્વારા ૧૫ મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવરાની ઉજવણી રૂપે ભાવનગર શહેરના લખિડીવાળી રડક વિસ્તારમાં આવેલ મદ્રેસા ઈબ્રાહીમ પ્રાથમીક શાળામાં તમામ દાાતિના ગરીબ અને આર્થિક રીતે પછાત દર્દીઓને વિનામુલ્ય દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું . તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં રકતદાતાઓએ સ્વેચ્છાએ મોટી સંખ્યામાં ૨િૈ દાન કરી સંસ્થાને સાથ અને સહકાર આપેલ રકતદાન દરમ્યાન એકત્રીત થયેલ લોહીની બોટલો શહેરની સરકારી સર.ટી.હોસ્પીટલના બ્લડ બેંક વિંભાગને રામપિત કરવામાં આવી હતી . આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે ભાવનગરના ડેપ્યુટી મેયર કૃણાલભાઈ રાહુ , કોર્પોરેટર શબાનાબેન ખોખર , પુર્વનગરસેવકો રહીમભાઇ કુરેશી , ઈકબાલભાઈ આરબ , કાળુભાઈ બેલીમ , રસલીમ શોખ , યુનુસ ખોખર , ગુજરાત મુસ્લીમ એકતા મંચના ઉપપ્રમુખ સાજીદભાઈ જોલીયા , રસહિતના મહાનુભાવો તેમજ સંસ્થાના આગેવાન કાર્યકરો ખાસ ઉપસ્થિત રહયા હતા . સંસ્થા દ્વારા તમામ મહેમાનો અને રકતદાતાઓ તેમજ સર , ટી . હોરપીટલના સ્ટાફ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવામાં આવી હતી . તેમ જમીઅત ઉલમાએ હિન્દ ભાવનગર રાખાના પ્રમુખ મૌલાના ૧૪ મીલઅહેમદ કુરીની યાદીમાં જણાવાયું હતું .

Previous articleતળાજાના દેવળીયા ગામ નજીક ખોડીયાર મંદીરના તાળા તુટ્યા
Next articleસાળંગપુર કષ્ટભંજનદેવને નાગરવેલના પાંદડાઓનો દિવ્ય શણગાર કરાયો