સાળંગપુર કષ્ટભંજનદેવને નાગરવેલના પાંદડાઓનો દિવ્ય શણગાર કરાયો

287

બોટાદ જિલ્લામાં આવેલ જગ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજરોજ તા.૧૭/૮/૨૦૨૧ના રોજ નાગરવેલના પાંદડાઓનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી કરવામાં કરવામાં આવી હતી.ૃ તેમજ શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)એ સવારે ૭ કલાકે શણગાર આરતી ઉતારવામાં આવી હતી. હનુમાજી દાદાને નાગરવેલના પાંદડા પર રામ લખીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. હનુમાનજીદાદા ને ધરાવવામાં આવેલા નાગરવેલના પાંદડાઓનો ભાવિકો રૂબરૂ દર્શનનો લાભ લીધો હતો અને તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના દિવ્ય શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleસ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જમીઅત ઉલમાએ હિન્દ દ્વારા રકતદાન અને વિના મુલ્ય દવાનું વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleમહુવામાં પૂ. મોરારીબાપુ દ્વારા આયોજિત તુલસી જયંતિ મહોત્સવ સંપન્ન