આ ફેશન ઇવેન્ટ કાર્યક્રમમાં શહેરના ૮૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો
કોરોનાના સમયમાં દરેક લોકો પોતાના શોખને ભૂલીને બીમારીથી બચવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ ઘરે રહ્યા હતા. આ લોકડાઉનમાં બાળકોથી માંડીને વડીલો બધા જ પોતાના શોખથી દુર રહ્યા હતા. કોરોનાની બીજી લહેર શાંત થતા અને રસીકરણમાં વધારો થતાં હવે લોકો ફરીથી પોતાની રોજિંદી કાર્યશૈલીમાં આગળ વધી રહ્યા છે.
ત્યારે ઘણા લાંબા સમય પછી એક ફેશન ઇવેન્ટનું આયોજન ભાવનગરના જાણીતા ડિઝાઈનર અને ઇવેન્ટ પ્લાનર કલ્પેશ ભડીયાદ્રા દ્વારા કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમમાં ૮૦થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે જેમાં બાળકો અને યુવાનો સહિત ફેશન ક્ષેત્રે રસ ધરાવતા લોકો ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ માં નિર્ણાયક તરીકે ગુજરાતી વેબસિરિઝના જાણીતા અભિનેતા જગજીતસિંહ વાઢેર, સન્ની જોગી, રિયા અદતાની, ગૌરવ ભડીયાદ્રા એ સેવા આપી હતી અને આ કાર્યક્રમનું સંચાલન જાણીતા હોસ્ટ પુનિત પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું અને પી.આર પાર્ટનર તરીકે અમદાવાદની જાણીતી પી.આર.કંપની એન.કે.એન્ટરટેઇનમેન્ટના સ્થાપક મનન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં ઘણા લાંબા સમય બાદ આ પ્રકાર ના કાર્યક્રમનું આયોજન કલ્પેશ ભડીયાદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ૮૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને અલગ અલગ કેટેગરીમાં બાળકોને એવોર્ડ આપીને તેમના કાર્યને બિરદાવવામાં આવ્યા હતા.