ભાવનગરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાના આગમનથી હાશકારો

149

મઘા નક્ષત્ર શરૂ થયું અને રાત્રિના મેઘરાજાએ શહેર-જિલ્લામાં ધમાકેદાર એન્ટ્રી કરી : સમયસર વરસાદ થતાં ખેડુતોને રાહત
ભાવનગર શહેર-જિલ્લામાં એક માસ કરતાં વધુ સમયથી ગુમ થયેલ મેઘરાજા મંગળવારે રાત્રે પુનઃ હાજર થતાં ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે તો બીજી તરફ વરસાદની ફરી એન્ટ્રી થતાં લોકોને મન હાશકારો થયો છે. ગોહિલવાડ પંથકમાં રીસાયેલ મેઘરાજાના પુનઃ એકવાર મનામણા થયા હોય એવું લાગી રહ્યું છે લોકો ને લાબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ ભાવનગરીઓનુ મેણું ભાગવા વરસાદ આવ્યો છે છેલ્લા દસ વર્ષ ની તુલનાએ આ વર્સ ૨૦૨૧ નું ચોમાસું સૌથી નબળું સાબિત થવા જઈ રહ્યું ત્યારે લોકો-ધરતીપૂત્રો ની આશા જીર્ણક્ષિર્ણ થવા જઈ હતી એવાં અણીના સમયે મેઘાએ દસ્તક દિધી છે જોકે ભાવનગર શહેર જિલ્લામાં લોક અપેક્ષા મુજબ મન મુકિને મેહુલો વરસ્યો નથી પરંતુ એક માસ કરતાં વધુ સમયથી કયાય પણ મેં નુ નામ નિશાન સુધ્ધાં ન હતું એવાં સમયે મઘા નક્ષત્ર માં સૂર્યનારાયણ ના ભ્રમણ સાથે જ વરસાદી માહોલ પુનઃ સક્રિય થયો છે જિલ્લા ના મોટા ભાગના તાલુકાના ગામડાઓમાં વરસાદ ખેંચાતા અંશતઃ પાક બળી જવા પામ્યો છે અને ખેડૂતો ને ખૂબ મોટી આર્થિક નુકશાની વેઠવી પડે એવી વિષમ પરિસ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે બચી-કૂચી મોલાતો માટે આ વરસાદ વરદાનથી કમ ન હોવાનું કૃષિ કારોએ જણાવ્યું છે ભાવનગર શહેર માં મંગળવારે સાંજે ઝરમર વૃષ્ટિ સાથે વરસાદ ની શરૂઆત થઈ હતી અને મોડી રાત્રે ભારે ઝાપટાં રૂપે વરસ્યો હતો પોણા ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો બીજી તરફ મહુવા તાલુકાના ગામડાઓમાં દિવસભર હળવા ઝાપટાં ઓ શરૂ રહ્યાં હતાં એજ રીતે જેસર અને ગારિયાધાર તાલુકામાં પણ સરેરાંશ એક થી લઈને સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે પણ વરસાદ પડે એવી પુરેપુરી સંભાવના વધી રહી છે પવનની ગતિ મંદ પડવા સાથે ભેજનું પ્રમાણ પણ ૮૮ ટકા જેટલું નોંધાઈ રહ્યું છે મઘા નક્ષત્રના પ્રારંભ સાથે વરસાદ નું પુનઃ આગમન થતાં પરિસ્થિતિ માં સુધારો થાય એવું લાગી રહ્યું છે.

Previous articleબ્લુમ ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર કલ્પેશ ભડીયાદ્રા દ્વારા ’ફેશન સાગા’ ફેશન ઇવેન્ટનું આયોજન કરાયું
Next articleએલ.આર.વળીયા, પી.આર.મહેતા અને ગુલાબરાજ સંઘવી કોલેજ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ