ભાવનગર કેળવણી મંડળ સંચાલિત એલ.આર.વળીયા આર્ટસ અને પી.આર.મહેતા કોમર્સ કોલેજ તેમજ ગુલાબરાય સંઘવી શિક્ષણ મહાવિદ્યાલય, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ૧૫ ઓગષ્ટના ૭૫માં સ્વાતંત્ર્ય દિવસ કાર્યક્રમની કોરોનાની ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી, જેમાં ધ્વજવંદન શ્રી રાજેશભાઈ.આઈ.દવે – મંત્રીશ્રી, ભાવનગર કેળવણી મંડળ, ભાવનગરના વરદહસ્તે કરવામાં આવ્યું હતું,અતિથી વિશેષ તરીકે આ કાર્યક્રમમાં લો-કોલેજના પ્રિન્સીપાલ અને એમ.કે.ભાવનગર યુનિવર્સીટીનાં એક્ઝક્યુટીવ કાઉન્સિલ મેમ્બર શ્રી જે.એ.પંડ્યા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રા.હરેશભાઈ જોશી દ્વારા કરવામાં આવેલ, ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત ગુલાબરાય.હ.સંઘવી શિક્ષણ મહાવિદ્યાલયના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ.નરેશભાઈ હેરમા એ કરેલ, આભારવિધિ પ્રા. દિલીપભાઈ.આઈ.સોંડાણીએ કરેલ, આ કાર્યક્રમમાં વળીયા કોલેજના ત્રણેય વિંગ્સના કેડેટ્સ, એન.એસ.એસ.ના સ્વયંસેવકો, બી.એડ. કોલેજના તાલીમાર્થીઓ તેમજ બંને કોલેજના સમગ્ર શૈક્ષણિક સ્ટાફ જોડાયો હતો.