શહેરના ફુલસર વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ ગુરૂકુળ સ્કુલ સામેનો ચોકમાં બપોરના સમયે એક ગૌવંશ આખલાનો પગ પાણીની લાઈનના મેનહોલના ઢાંકણમાં ફસાતા આખલો ફસડાઈ પડ્યો હતો અને તેમાંથી છુટવા અનેક નિષ્ફળ પ્રયાસો કર્યા હતા. આ ઘટના સ્થાનિક રાકેશ બારૈયા, તરૂણ બારૈયા સહિતના સેવાભાવીએ જોતા મેનહોલનું ઢાંકણ ખોલી ઢાંકણ તોડી આખલાનો પગ મુક્ત કર્યો હતો.