સિહોર મુસ્લિમ સમાજ અને પવન ફાઉન્ડેશન ગૃપના સંયુક્ત ઉપક્રમે લીલાપીર વિસ્તારમાં આવેલ હમઝા સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ ગયુ આજે રવિવાર એટલે રજાનો દિવસ રજાના દિવસે મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરીને મહાદાનનું સૂત્ર સાર્થક કર્યું છે મુસ્લિમ સમાજ અને પવન ફાઉન્ડેશન ગ્રુપના સંયુક્ત ઉપક્રમે હમઝા સ્કૂલ ખાતે યોજાયેલ રક્તદાન કૅમ્પમાં લોકો બહોળી સંખ્યામાં રક્તદાન કરીને એક ઉમદા કાર્ય કરવા માટે સહભાગી થયા હતા અને ભાવનગર બ્લડ બેન્ક હાજર રહી હતી જ્યારે આ કેમ્પને સફળ બનાવવા પૂર્વ નગર સેવક હનીફભાઈ રાંધનપરા એ ભારે જહેમત ઉઠાવી હતી.