સુરત શહેરમાં કોર્પોરેશનમાં પ્રચંડ અને અકલ્પનિય વિજય બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જુસ્સો આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને બુલંદ બન્યો છે.ભાવનગરમાં પણ આપ મજબુત પક્ષ બનવા એટીચોંટી નું જોર લગાવી રહી છે.ગુજરાત રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય મથકોએ આપના સંગઠનને મજબૂત બનાવવાના જમીની સ્તરના પ્રયાસો વેગવાન બન્યા છે ત્યારે વલભીપુર તાલુકાના પીપળી, દરેડ , લોલીયાણા કંથારિયા તેમજ મેલાણા ગામે સંગઠન મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્થાનીય આગેવાનોએ સત્તાધારી પક્ષ કે જેણે કોરોના જેવી મહામારી નાં સમયે પણ આમ જનતા ની સામે પણ નથી જોયુ એ વાત ને લઈને ખૂબ રોષ ઠાલવ્યો હતો માટે આ સત્તાધારી પક્ષ ને પાઠ ભણાવવાનું નક્કિ કરી લીધુ છે. આ સાથે અત્યાર થી જ આમ આદમી પાર્ટી ની સંગઠન ની ટીમ દ્વારા બુથ લેવલના પ્રયાસો આદરતા પાર્ટીના જ્વલંત વિજય માટે કાર્યકરો ઉત્સાહિત બન્યા છે.ઉપરોક્ત મિટિંગમાં અધ્યક્ષ સ્થાને જીલ્લાનાં ઉપપ્રમુખ અને વલ્લભીપુર તાલુકાનાં પ્રભારી ધરમવિરસિંહ ગોહિલ (અવાણીયા) અને વલ્લભીપુર તાલુકા પ્રમુખ બનેશંગભાઈ મોરી, સંગઠન મંત્રી હેમંત ભાઈ ડાભી અને હિતેષભાઈ મોરી સહિત બહોળી સંખ્યામાં દરેક ગામના યુવાનો, વડીલો આમ આદમી પાર્ટીને સંગઠન મજબૂત કરવા માટે જોડાયા હતા.