મુંબઈ,તા.૧૯
થોડા સમયમાં દીપિકા પાદુકોણની અનેક મોટી ફિલ્મો રીલીઝ થવાની છે. દિપીકા ફિલ્મ ફાઈટરમાં ઋતિક રોશન સાથે અને ફિલ્મ ‘પઠાન’માં શાહરૂખ ખાન સાથે દમદાર અવતારમાં જોવા મળશે. હાલમાં દીપિકા પાદુકોણ ફિલ્મોની સાથે અન્ય એક કારણસર ખૂબ જ ચર્ચામાં છે. દીપિકા પાદુકોણ પોતાના જૂના કપડાની હરાજી કરી રહી છે. દીપિકા પાદુકોણ આ હરાજીથી પ્રાપ્ત થયેલ રકમ ન્ૈદૃી ર્ન્દૃી ન્ટ્ઠેખ્તર ર્હ્લેહઙ્ઘંર્ટ્ઠૈહમાં ડોનેટ કરી દેશે. આ સારા કાર્ય અંગે દીપિકા પાદુકોણ ખૂબ જ વિવાદોમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. કેટલાક યૂઝર્સ દીપિકા પાદુકોણને ચીપ કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક યૂઝરે દાવો કર્યો છે, કે જે કપડાની હરાજી કરવામાં આવી છે, તે કપડા દીપિકાએ જિયા ખાન અને પ્રિયંકા ચોપડાના પિતા અશોક ચોપડાના અંતિમ સંસ્કારમાં પહેર્યા હતા. આ અંગે શરણ્યા શેટ્ટી નામની ટિ્વટર યૂઝરે એક ટિ્વટ કર્યું છે. શરણ્યાએ ટિ્વટમાં લખ્યું છે કે, હું ખૂબ જ હેરાન છું. મારી ફેવરિટ અભિનેત્રી દીપિકા પાદુકોણે ૨૦૧૩ના કપડાની હરાજી કરી છે. તેમના આ કપડા ડિઝાઈનર નથી. તેમણે વર્ષ ૨૦૧૩માં આ કપડા બે અલગ અલગ અંતિમ સંસ્કાર દરમિયાન પહેર્યા હતા. આ ટિ્વટ જોયા બાદ યૂઝર્સ દીપિકા પાદુકોણથી નારાજ છે. દીપિકા પાદુકોણ પ્રત્યે અનેક યૂઝર્સે ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક યૂઝરે ટિ્વટ પર કમેન્ટ કરી છે, કે ‘ચેરિટી માટે છે તેવું કહીને જસ્ટિફાય કરવાની કોશિશ ના કરો. તમે આ ડ્રેસ પણ દાન કરી શકતા હતા.’ એક અન્ય યૂઝરે કમેન્ટ કરી છે, કે ૧૪-૧૫ વર્ષ જૂના જૂતા અને કપડાની હરાજી કરવાનો શું મતલબ? તમે કોઈ સર્વન્ટ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને આપી શકતા હતા. આ અંગે ટિ્વટર પર અનેક યૂઝરે પ્રતિક્રિયા આપીને દીપિકા અંગે નારાજગી વ્યક્ત કરી છે.