ભાજપની જન આશિર્વાદ યાત્રાનું રાણપુરમાં ભવ્ય સ્વાગત કરાયું

124

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા આવતા રાણપુર શહેર ભાજપ અને રાણપુર ગ્રામ્ય ભાજપ સંગઠન દ્રારા યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.કેન્દ્રીય રાજ્ય મંત્રી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા આયુષ મંત્રાલય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા યાત્રા લઈને રાણપુર તાલુકાના નાગનેશ ગામે પહોંચતા ભાજપ કાર્યકરો દ્વારા પુષ્પવર્ષા થકી તેમજ નાની બાળાઓ દ્વારા સામૈયુ કરી, આરતી ઉતારી, ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓનું વિધિગત સન્માન કરવામાં આવ્યુ હતુ. ડો.મહેન્દ્ર મુંજપરાની અધ્યક્ષતામાં નાગનેશ અને રાણપુરમાં જાહેરસભા યોજાઈ હતી.રાણપુર શહેરમાં માલધારી ચોક પાસે સભા યોજાઈ હતી.જ્યા રાણપુર શહેરના ભાજપના આગેવાનો તેમજ સામાજીક સંસ્થાના આગેવાનોએ ડો.મહેન્દ્ર મુંજપરાનું ભવ્ય સન્માન કર્યુ હતુ.આ જન આશિર્વાદ યાત્રામાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, બાબુભાઈ જેબલીયા, કિરીટસિંહ રાણા, ડો.પદ્યુમનભાઈ વાજા, ગૌતમભાઈ ગેડિયા, ભરતભાઈ પંડયા,ટી.એમ પટેલ, ભીખુભા વાઘેલા, ઘનશ્યામભાઈ વિરાણી, સુરેશભાઈ ગોધાણી, પોપટભાઈ અવૈયા, બ્રિજરાજસિંહ ઝાલા, ગૌતમભાઈ ખસિયા, રાજેશ્રીબેન વોરા, જીજ્ઞેશભાઈ બોળીયા, રાધિકાબા પરમાર, મુકેશભાઈ હીહોરીયા,વિનુભાઈ સોલંકી, ધવલભાઈ ચાવડા, ઉદિતભાઈ જોષી, ધીરુભાઈ બારોટ તેમજ બોટાદ, બરવાળા, રાણપુર, ગઢડાના તે રાણપુર શહેરના તેમજ રાણપુર ગ્રામ્ય સંગઠનના હોદ્દેદારો વગેરે આ યાત્રા માં જોડાયા હતા તેમજ વિવિધ નગરજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleઅમરેલી ખાતે સંસ્કૃત ભાષા લોકભોગ્ય બને તેવા પ્રયાસથી જન જાગૃતિ રેલી કઢાઈ
Next articleસપ્ટેમ્બરમાં બાળકો માટે આવી શકે છે કોરોના વેક્સિન