મહુવાના આંબાવાડી નૂતનનગર વિસ્તારમાં રહેવા યુવાન વેપારીને બે અજાણ્યા શખ્સોએ બ્લેડો વડે હુમલો કરી રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, મહુવાના આંબાવાડી નુતનનગર ખાતે આવેલ મર્ચન્ટ પાર્ક ફ્લેટ નં.૧માં રહેતા ઝહીરઅબ્બાસ સુંદરાણી સવારના સમયે પોતાના ફ્લેટના કમ્પાઉન્ડમાંથી પસાર થતા હતા તે વેળાએ બે અજાણ્યા શખ્સો (આશરે ૩૦ વર્ષની ઉંમર ધરાવતા)એ ઝહીરભાઈ પર બ્લેડો વડે હુમલો કરી હાથ, પેટ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી હાથમાં રહેલ રોકડ રૂા.૧૭ હજારના થેલાની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા. બનાવ અંગે મહુવા પોલીેસ ઝહીરભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.