સેના, સીઆરપીએફ, પોલીસ મળીને જોઈન્ટ ઓપરેશન ચલાવી રહ્યાં છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી
શ્રીનગર, તા.૧૯
જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. રાજૌરીના થન્ના મંડી વિસ્તારમાં આતંકીઓ સાથે ચાલી રહેલા એનકાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરી દીધો છે. પરંતુ આ દરમિયાન ભારતીય સેનાના જેસીઓ પણ શહીદ થઈ ગયા છે. સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ મળીને જોઈન્ટ ઓપરેશન ચલાવી રહ્યાં છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડાણ ગુરૂવારે બપોરે શરૂ થઈ અને આ વિસ્તારમાં ત્રણ-ચાર આતંકીઓ છુપાયેલા હોવાની આશંકા છે. આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાદળોએ આ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ આતંકીઓએ ફાયરિંગ શરૂ કર્યું, જેમાં સેનાના એક જેસીઓ શહીદ થઈ ગયા છે. ત્યારબાદ સુરક્ષાદળોના જવાબી ફાયરિંગમાં એક આતંકીનું મોત થયું છે.