શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળા ખાતે ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ નો વિદાય શુભેચ્છા આપવા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિદાય લેતાં વિધાર્થી ભાઈઓ બહેનો શાળા ને યાદગીરી ભેંટ આપી હતી. અને પ્રતિભાવો પણ આપ્યાં હતાં. શાળા ના શિક્ષકો એ આગળ અભ્યાસ શરૂ રાખવાં અને જીવન માં ખૂબ પ્રગતિ માટે શુભકામના પાઠવી હતી. આ વેળા એ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ના બહેનો તેમજ મોટી પાનિયાલી કે. વ. શાળા ના આચાર્ય ભીમજી ભાઈ વાળા એ ઉપસ્થિત રહી બાળકો ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.