શહેરમાં ૩૫ કલાત્મક તાજીયા પડમાં આવ્યાં, રાત્રે ટાઢા કરાયા

154

મુસ્લિમ સમુદાયોનુ પવિત્ર પર્વ મહોરમની ઉજવણી શરૂ થઈ ગઈ છે દર વર્ષની પરંપરા મુજબ ભાવનગર શહેરમાં ૩૫ કલાત્મક તાજીયા પડમાં આવ્યાં છે ધાર્મિક વિધિવિધાન પૂર્ણ થયે આજે રાત્રે તાજીયા ટાઢા કરવામાં આવશે.

મુસ્લિમ જમાતના હઝરત ઈમામે હુસૈન અને કરબલાના શહિદોની યાદમાં દર વર્ષે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે ૩૫ તાજીયા તૈયાર કરી તખ્ત પર લાવવામાં આવ્યા હતાં પરંતુ તાજીયાના ઝુલુસ નહીં યોજાય અને માત્ર ધાર્મિક ઔપચારિકતાને પૂર્ણ કરી લોકોની આસ્થા અકબંધ રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કોરોનાની મહામારીને લઈને મહોરમ પર્વ તદ્દન સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવાનો નિર્ણય ભાવનગર સેન્ટ્રલ તાજીયા કમિટી તથા કસ્બા-એ- અંજૂમન દ્વારા લેવામાં આવ્યો હતો કોમીએકતા અને આપસી ભાઈચારાની ભાવના સાથે મહોરમ ની ઉજવણી કરવા વહિવટી તંત્ર તથા પોલીસ વિભાગ સાથે મિટિંગ યોજાઈ હતી જેમાં વ્યવસ્થા-સહકાર ની ખાત્રી આપવામાં આવી હતી. શહેરના શેલારશા ચોક, આંબાચોક, અલકા રોડ, આરબવાડ, માઢીયાફળી, કુંભારવાડ, નારીરોડ, માળીનો ટેકરો, સ્ટેશન રોડ, માણેકવાડી, નવાપરા, સાંઢીયાવાડ, જોગીવાડની ટાંકી સહિતના વિસ્તારોમાં મુસ્લીમ સમુદાય દ્વારા કલાત્મક તાજીયા બનાવાયા છે.

Previous articleડો. માંડવિયાની જન આશીર્વાદ યાત્રાનો ભાવનગર જિલ્લામાં પ્રવેશ
Next articleજાહેરમાં બખેડો કરનાર કોંગી મહિલાઓ સામે પ્રદેશ નારાજ : દર્શના જોષી સસપેન્ડ, પારૂલબેનને નોટીસ