ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ગઈકાલથી જન આશીર્વાદ રેલી લઈને ભાવનગર જિલ્લામાં પહોંચ્યા હતા. ગઇકાલે ગારિયાધાર પંથકમાં યાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ આજે તેઓ પાલિતાણા પહોંચ્યા હતા. વિવિધ ગામોમાં તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા આજે ભાવનગર જિલ્લામાં જન આશીર્વાદ રેલી લઈને આવ્યા છે ત્યારે તેમને પાલીતાણા ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેઓ આજે પાલીતાણા ભૈરવનાથ દાદાના દર્શન કરી અને નગરપાલિકાના વેકસીનેશન કેમ્પની મુલાકાત લીધી હતી, તેઓનું યાત્રા દરમિયાન ગામડાઓમાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, પાલીતાણા ખાતે શાળાના બાળકો દ્વારા મનસુખભાઈ ના મોહરા પહેરી અને તેમની વિવિધ સેવાકિય પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી. રસ્તામાં તેઓએ જ્યાં અભ્યાસ કર્યો છે તે સોનગઢ ગુરુકુળમાં મુલાકાત લીધી હતી, ત્યાં તેઓ જે વર્ગખંડમાં અભ્યાસ કર્યો તે વર્ગખંડમાં તેમાં સહ અધ્યાયીઓ સાથે ફરીવાર બેસવાનો મોકો મળતા ખુશી વ્યક્ત કરી હતી, અને તેમણે તેમના સ્મસ્મરણો વાગોળ્યા હતા. ડો. માંડવિયાની યાત્રા સાથે પાલિતાણાના ધારાસભ્ય તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહીત મોટી સંખ્યામાં જોડાયા છે.