કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજે સવારે પાલીતાણા ખાતે કાર્યરત કોવિડ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. મંત્રીએ ઉપસ્થિત પાલીતાણાવાસીઓને કોરોનાના સામે રક્ષણ માટે કોરોના રસીની ઉપયુક્તતા વિશે જાણકારી આપી દરેક વ્યક્તિ કોરોનાની રસી લઈ લે તે આજના સમયની તાતી જરૂરિયાત છે તેમ સમજાવ્યું હતું. મંત્રીએ આ અવસરે નવી શબ વાહિનીને પણ જનતાના ઉપયોગ માટે ખુલ્લી મૂકી હતી.અવસરે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ તેમની સાથે જોડાયા હતાં.