ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા તંત્ર દ્વારા લેવાયેલા જ્ઞાતિ, સંસ્થાઓને મિઠાઈ માટે ફરજીયાત રજીસ્ટ્રેશનના નિર્ણય બાબતે રજૂઆત કરાઈ

146

ભાવનગર મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વાર તાજેતરમાં તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય આદેશના વિરુદ્ધમાં આજે ભાવનગર મહાનગરપાલિકાના મેયર અને કમિશનરને રજૂઆત કરી યોગ્ય કરવા માંગ કરી હતી.ભાવનગર શહેરમાં વાર-તહેવાર પ્રસંગોપાત જ્ઞાતિના મંડળો, સામાજીક સંગઠનો દ્વારા તદ્દન રાહતદરે મિઠાઇ-ફરસાણ બનાવી વેચાણ કરે છે. જે તે પગલે ભાવનગર મહાનગર પાલિકાના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જ્ઞાતિ મંડળો, નાના વેપારીઓ અને સ્વંય સેવી સંસ્થાઓએ આ અંગે રજીસ્ટ્રેશન ફરજીયાત કર્યું છે. હાલમાં કોરોાની મહામારીને પગલે મોંઘવારી, બેકારીએ માઝા મુકી છે ત્યારે ગરીબી રેખા તથા મધ્યમ વર્ગીય પરિવારો આપઘાત કરી રહ્યા છે. અને આ આત્મહત્યાના બનાવો પણ વધ્યા હોય ત્યારે તંત્ર દ્વારા ફરજીયાત રજીસ્ટ્રેશનનો નિયમ કેટલી હદે ઉચિત ગણાય?આ નિર્ણય જ્ઞાતિ મંડળો, નાના વેપારીઓ તથા સંસ્સથાને આ નિર્ણયમાં છુટછાટ આપવાની માંગ સાથે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા જવાબદાર તંત્રના અધિકારીને આવેદનપત્ર પાઠવી ઘટતું કરવા માંગણી કરી હતી. આ આવેદનપત્ર પત્ર વેળાએ શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, પૂર્વ કોર્પોરેટરઓ, આગેવાનો, વિવિધ આઈટી સેલ તથા કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.

Previous articleકેન્દ્રીય મંત્રી માંડવિયાએ સોનગઢ ગુરુકુળની મુલાકાત લીધી
Next articleરવિવારના રક્ષાબંધન પર્વે ઘેર-ઘેર જઈ પોસ્ટ કર્મીઓ રાખડી પહોંચાડશે