કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ પેટ્રોલમાં ૧૩૩ ટકા અને ડીઝલમાં ૪૦૦ ટકાનો વધારો કરીને ૧૧ વખત ભાવમાં વધારો કર્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતા. મોદી સરકારે દેશના નાગરિકોને પેટ્રોલ-ડિઝલ, ગેસ સહિત અનેક ચીજ વસ્તુઓના ભાવ વધારો બાદ જનતા ત્રાસી ગઇ હોવાનો આક્ષેપ કર્યા છે. પેટ્રોલ ડિઝલ બાદ કેરોસીનમાં ૩૧.૨ ટકા અને જાહેર વિત્તરણ વ્યવસ્થામાંં ૩૧.૮૬ ટકાનો વધારો કરીને મોંધવારીમાં દેશવાસીઓને ભેટ આપી હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા હતા.
કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ આક્ષેપ કર્યા હતા કે ગુજરાતની ભાજપ સરકારે પેટ્રોલ અને ડિઝલ પર ૨૪ ટકા જેટલો વેટ અને સેસ ઉઘરાવીને મોંઘવારી આસમમાને પહોંચાડી છે. સરકારના આ પગલાથી સીએનજી તથા રાંઘણ ગેસના ભાવમાં પણ વધારો થયો છે. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ સરકાર મોંઘવારીને ઘટાડવાની વાતો કરતી હતી પરંતુ હવે જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સરેરાશ ૧૦૦થી ૪૨૦ ટકાનો વધારો થયો છે.