માનિકા વિમેન્સ સિંગલ્સની સેમિ ફાઈનલમાં મિક્સ ડબલ્સમાં હવે હંગેરીની જોડી સામે મુકાબલો

170

બુડાપેસ્ટ, તા.૨૧
ભારતની માનિકા બત્રા અને જી. સાથિયાનની જોડીએ હંગેરીના બુડાપેસ્ટમાં ચાલી રહેલી ડબલ્યુટીટી કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ મેફ્રવી લીધો છે. ભારતીય જોડીએ ચોથો સીડ ધરાવતી બેલારૃસના એલેક્ઝાન્ડર અને ડારિયા ટ્રિગોલોસની જોડીને ૧૧-૬, ૧૧-૫, ૧૧-૪ થી હરાવીને આગેકૂચ કરી હતી. માનિકાએ વિમેન્સ સિંગલ્સમાં પણ આગેકૂચ જારી રાખતાં અંતિમ ચારમાં પ્રવેશ મેફ્રવ્યો હતો. હવે મિક્સ ડબલ્સની ફાઈનલમાં બત્રા અને સાથિયાનની જોડીનો મુકાબલો હંગેરીની નાન્દોર ઈસેકી અને ડોરા માડારાઝ સામે થશે. જેમણે રશિયાના કિરિલ સ્કાચ્કોવ અને ઓલ્ગા વોરોબેવાને ૧૧-૫, ૧૧-૯, ૧૧-૮થી મહાત કર્યા હતા. વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં માનિકા બત્રાએ ભારતની જ શ્રીજા અકુલાને ૩-૨થી પરાસ્ત કરી હતી.જ્યારે મેન્સ ડબલ્સમાં ગુજરાતના હરમીત દેસાઈ અને માનવ ઠક્કરની જોડીને સેમિ ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો. તેમને રશિયાના વ્લાદિમીર સિડોરેન્કો અને કિરિલ સ્કાચ્કોવની જોડીએ ૧૧-૯, ૬-૧૧, ૧૧-૯, ૧૧-૬થી હરાવીને ટાઈટલ જંગ માટે ક્વોલિફાય કર્યું હતુ.

Previous articleમાલદીવ્સમાં બાળકો સાથે કરીના સમય વિતાવી રહી છે
Next articleઅંકુર શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ