અંકુર શાળા ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

439

ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર પર્વનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે.
આ વર્ષે વરસાદી માહોલમાં સૌરાષ્ટ્રમાં રક્ષાબંધન પર્વની ઉજવણીનો ઉત્સાહ વિશેષ સ્વરૂપે જોવા મળે છે. શહેરના સરદારનગર ખાતે આવેલ અંકુર શાળામાં વિશિષ્ટ બાળકો ને રક્ષાબંધન પર્વ અંતર્ગત અમર જ્યોતિ સ્કૂલ તથા રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી,ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન પર્વની અંકુર શાળાના દ્વારા ઉજવણી કરવામાં આવી હતી,જેમાં અમર જ્યોતિ સ્કૂલના બાળકો તથા રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ ભાઈઓને અંકુર શાળાના વિશિષ્ટ બાળકોએ કાંડે રાખડી બાંધી રક્ષાબાંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.શાળાના શિક્ષક નેહલબેન ગઢવી એ જણાવ્યું હતું કે રક્ષાબંધન એટલે એવું બંધન છે જે રક્ષા સાથે જોડાયેલું છે, આજે જે અંકુર મનબુદ્ધિ બાળકોનું આપણે અસ્તિત્વ સ્વીકારતા જ નથી, જેના અધિકારો માટે આપણે સભાન નથી, ચાલો આપણે સાથે મળી ને પ્રણ લઇ કે આવા બાળકો, બેહનો, દિકરોનું રક્ષણનું પ્રણ લઈએ, આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલના પ્રમુખ હિમાંશુભાઈ જાગાણી, અમર જયોતિબા, ભૂમિબા ગોહિલ, અંકુર શાળાના ટ્રસ્ટી અલ્પેશભાઈ શેઠ, શાળાના આચાર્ય મેઘજીભાઈ સાયબાણી તથા શાળાના શિક્ષકો, વાલીઓ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleમાનિકા વિમેન્સ સિંગલ્સની સેમિ ફાઈનલમાં મિક્સ ડબલ્સમાં હવે હંગેરીની જોડી સામે મુકાબલો
Next articleસદગુરુ સ્કૂલ ઠળિયા ખાતે રક્ષાબંધન પર્વની ધામધૂમથી કરવામાં આવેલ ઉજવણી