રોટરેકટ ક્લબ ભાવનગર રોયલ જે રોટરી ક્લબ ઓફ ભાવનગર રોયલ ની યુથ વિંગ છે અને ભાવનગર મહાનરપાલિકા દ્વારા સ્વચ્છતા ના ઉદ્દેશથી “વોલ પેઇન્ટિંગ- રંગ-શુચિ ” નું આયોજન દક્ષિણામૂર્તિ વિનય મંદિર ખાતે કરવામાં આવ્યું હતું,આ આયોજનમાં રોટરેક્ટ ક્લબ ઓફ સ્વામી વિવેકાનંદ હોમીઓપેથી મેડિકલ કૉલેજ અને ધ હોબી સેન્ટર નો સહયોગ મળેલ છે. ધ હોબી સેન્ટર દ્વારા બેસ્ટ ૫ પેઇન્ટિંગ ને પ્રોત્સાહન રૂપી ઈનામ આપવામાં આવશે.જેમાં ભાજપ ના પ્રદેશ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, રોટરી ક્લબ ભાવનગર રોયલ ના પ્રમુખ હિમાંશુભાઈ જાગાણી અને ક્લબના અન્ય સભ્યો દ્વારા મુલાકાત લીધેલ અને દરેક ભાગ લેનાર સ્પર્ધકોને તેને પોતાના શબ્દો દ્વારા પ્રોત્સાહન આપ્યું હતું. અતિથિ પણ સ્પર્ધકો દ્વારા દોરવામાં આવેલ ચિત્રોને જોઇને મંત્રમુગ્ધ થઈ ગયેલ. સ્પર્ધક જયતિ પંડયા એ જણાવ્યું હતું કે રોટરેકટ ક્લબ ભાવનગર રોયલ દ્વારા વાઘવાડી રોડ પર આવેલ દક્ષિણામૂર્તિ શાળા પાસે વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેં ભાગ લીધો હતો મેં મારા પેઇન્ટિંગ દ્વારા લોકો ને સંદેશોમાં લોકો ને મગજનો કચરો સાફ રાખવો જોઈએ,આ વોલ પેઇન્ટિંગ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જયભાઈ બારડ અને રઘુભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ખૂબ જ સુંદર પાંચ ચિત્રોને પસંદગી કરી તેને અલંકિત કરનાર સ્પર્ધકોને ઈનામ આપી બિરદાવવામાં આવ્યા હતા.