મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે આઝાદીના ૭૫ વર્ષ અનુસંધાને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ફીટ ઇન્ડિયાના બેનર નીચે ફ્રીડમ રનનું આયોજન તા.૨૧-૦૮-૨૦૨૧ ને શનિવારના રોજ કરવામાં આવ્યું હતું. ભારતને ૧૯૪૭ના રોજ અસંખ્ય શહીદોના બલિદાનના કારણે આપણને બહુમુલ્ય આઝાદી પ્રાપ્ત થઇ આજે આઝાદીને ૭પ વર્ષ થવા જઇ રહ્યા છે ત્યારે ભારતનું યુવા ધન સશક્ત બને તે હેતુથી ફીટ ઇન્ડિયાના બેનર નીચે ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યું હતું. નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ફ્રીડમ રનનું આયોજન શનિવારના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં એમ.કે.બી. યુનિવર્સીટીના શા. શિ.નિયામક ડો.દિલીપસિંહ ગોહિલ તેમજ કોલેજના મે. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.