કાબુલથી ૮૫ ભારતીયોને લઈ ઉડ્યું વાયુસેનાનું વિમાન

149

અફઘાનિસ્તાનના કાબુલમાં એરપોર્ટ બહાર ૨૨૦ જેટલા ભારતીયો હાજર છે, જે અંદર પ્રવેશવા રાહ જોઈ રહ્યા છે
કાબુલ, તા.૨૧
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ હાલાત ચિંતાજનક છે. ત્યાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની કવાયત ચાલુ છે. આ જ કડીમાં એક ઝ્ર-૧૩૦ત્ન એ ૮૫ ભારતીયોને લઈને ઉડાણ ભરી લીધી છે. આ ભારતીયોને ગઈ કાલે બ્રિટિશ સૈનિકો સુરક્ષિત રીતે એરપોર્ટ લાવ્યા હતા. અત્રે જણાવવાનું કે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ બહાર લગભગ ૨૨૦ જેટલા ભારતીયો હાજર છે. જે અંદર પ્રવેશવાની રાહ જોઈ રહ્યા છે. ઈન્ડિયન એરફોર્સનું ઝ્ર૧૭ વિમાન ભારતીયોને બહાર કાઢવા માટે કાબુલ પહોંચી ચૂક્યું છે. તમામ ભારતીયો છેલ્લા છ કલાકથી રાહ જોઈ રહ્યા છે. જેમ જેમ ઈન્તેજાર વધી રહ્યો છે તેમ તેમ જોખમ પણ વધી રહ્યું છે. કારણ કે કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ બહાર મોટી સંખ્યામાં તાલિબાનીઓ હાજર છે.
ભારતીય વાયુસેનાના ઝ્ર-૧૩૦ત્ન ટ્રાન્સપોર્ટ વિમાને ૮૫ ભારતીયોને લઈને આજે કાબુલથી ઉડાણ ભરી હતી. રિફ્યુલિંગ માટે તઝાકિસ્તાનના એરપોર્ટ પર ઉતર્યું હતું. ભારત સરકાર હાલ કાબુલથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા માટે મિશન ચલાવી રહી છે. બીજી બાજુ એરપોર્ટ બહાર ફસાયેલા છે તમામ ભારતીયો બસોમાં સવાર થઈને કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચ્યા છે. પરંતુ હજુ તેમને અંદર દાખલ થવા દીધા નથી. અમેરિકી સૈનિકોએ તેમની બસોને એરપોર્ટ બહાર જ રોકી છે. છેલ્લા ૬ કલાકથી ભારતીય નાગરિકો ત્યાં રાહ જોઈ રહ્યા છે. તેમણે સુરક્ષાનો હવાલો આપીને જલદી અંદર દાખલ થવાની માગણી કરી છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ભારત સ્પેશિયલ ઓપરેશન ચલાવી રહ્યું છે. કેટલાક નાગરિકોને અગાઉ કાબુલથી એરલિફ્ટ કરી લેવાયા હતા. એરફોર્સનું C17 વિમાન અન્ય ભારતીયોને લેવા માટે કાબુલ પહોંચ્યું છે. જો કે ક્યાંરનું તે વિમાન રનવે પર ઊભું છે. કારણ કે ભારતીયોને હાલ એરપોર્ટમાં દાખલ થવાની મંજૂરી મળી નથી.

Previous articleપુલવામામાં દળો સાથેની અથડામણમાં ૩ આતંકી ઠાર
Next articleઅફઘાનની રાજધાની કાબુલમાં તમામ ભારતીયો સુરક્ષિત