જિલ્લામાં વરલી તથા તીન પત્તીનાં જુગારનાં વધી રહેલા પ્રમાણ વચ્ચે ગાંધીનગર એલસીબી ટીમે સેકટર ૨૮માં સરકારી પ્રેસનાં ખુલ્લા મેદાનમાં દરોડો પાડીને ૬ જુગારીઓને દબોચી લીધો હતો. એલસીબી કચેરીથી પ્રાપ્ત વિગતોનુંસાર સરકારી પ્રેસનાં મેદાનમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીનાં આધારે દરોડો પાડીને સુરેશ છનાભાઇ દંતાણી, મુકેશ કરશન દંતાણી, ફૈજલખાન શેરખાન પઠાણ, નારણ માસ્તરભાઇ રાઠોડ, મહંમદ રફીક બાબભાઇ બ્લોચ તથા પ્રકાશ ભીખાભાઇ સોલંકીને રૂ.૨૩૨૦ ની રોકડ સાથે ઝડપી લઇને સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.