અફઘાનની રાજધાની કાબુલમાં તમામ ભારતીયો સુરક્ષિત

144

આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટરને છોડી મૂક્યો : આ ભારતીયોને ફરી એરપોર્ટ લાવવામાં આવશે : ભારત સરકાર તેમના સંપર્કમાં
કાબુલ, તા.૨૧
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર ઝોહીબનું અપહરણ કર્યું હતું. તે કાબુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્યાં ગયો હતો. આતંકીઓએ તેમનો ફોન છીનવી લીધો હતો. આ બધા વચ્ચે સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે તમામ ભારતીયો સુરક્ષિત છે. જલદી આ ભારતીયોને ફરીથી એરપોર્ટ લાવવામાં આવશે. ભારત સરકાર તેમના સંપર્કમાં છે. હવે એવા પણ ખબર છે કે આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટરને છોડી મૂક્યો છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તાલિબાનના આતંકી ભારતીય કોઓર્ડિનેટર પાસે આવ્યા હતા. તેમણે તેમની ઓળખ પૂછી. ત્યારબાદ તેને થપ્પડ મારવા લાગ્યા. પછી આતંકીઓએ તેમનો મોબાઈલ છીનવી લીધો. ત્યારથી ભારતીય કોઓર્ડિનેટરનો ફોન સ્વિચઓફ છે. અત્રે જણાવવાનું કે ભારતીય વાયુસેનાનું ઝ્ર૧૭ ગ્લોબ માસ્ટર ગત રાતથી કાબુલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તૈનાત છે. પરંતુ ભારે ભીડના કારણે ભારતીયો એરપોર્ટમાં એન્ટ્રી લઈ શક્યા નહીં. તાલિબાને કાબુલની સુરક્ષાની જવાબદારી હક્કાની નેટવર્કને સોંપી છે. હક્કાની નેતવર્કના આતંકીઓ કાબુલના રસ્તાઓથી લઈને એરપોર્ટ સુધી તૈનાત છે. આ બધા વચ્ચે હક્કાની નેટવર્કનો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની પણ કાબુલમાં જોવા મળ્યો. તેના ઉપર અમેરિકાએ ૫ મિલિયન ડોલર એટલે કે ૩૭ કરોડ રૂપિયાથી વધુનું ઈનામ રાખ્યું છે. તેણે કહ્યું કે અફઘાનિસ્તાનની સુરક્ષા તેની પ્રાથમિકતા છે. આ બાજુ તાલિબાનના પ્રવક્તા અહેમદુલ્લાહ વાસેકે અફઘાન મીડિયાનો એ આરોપ ફગાવ્યો છે જેમાં કહેવાયું છે કે ભારતીય નાગરિકોનું અપહરણ કરાયું છે.

Previous articleકાબુલથી ૮૫ ભારતીયોને લઈ ઉડ્યું વાયુસેનાનું વિમાન
Next articleમધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા