પૃથ્વી તરફ આવી રહી છે ૯૪ હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે ઉલ્કા : નાસા

129

વોશિગ્ટન,૨૧
અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ચેતવણી આપી છે કે 2016-AJ193 નામની ઉલ્કા ૨૧ ઓગસ્ટની રાત્રે પૃથ્વીની સપાટી નજીકથી પસાર થશે. આ ઉલ્કા પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના નવ ગણા અંતર અને ૯૪,૨૦૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પસાર થશે. વિવિધ કદ અને વ્યાસ ધરાવતી ઉલ્કા હંમેશાં વિશ્વભરમાં કાર્યરત ખગોળશાસ્ત્રીઓ માટે ચિંતાનું બનીને રહી છે. નાસાએ ઉલ્કા- 2016-AJ193 દર વખતે ૨૧ ઓગસ્ટે પૃથ્વીની સપાટી પાસેથી પસાર થતી હોવાથી જોખમી જાહેર કરી દીધી છે. ઉલ્કા લગભગ ૪.૬ અરબ વર્ષ પહેલાં સૂર્યમંડળના નિર્માણ દરમિયાન વેરાયેસા રેતકણોનો સમૂહ છે, જે સૂર્યમંડળમાં નાની-મોટી ભેખડો સમાન સફર કરે છે. નાસા જોઇન્ટ પ્રોપલ્શન લેબોરેટરી(JPL)ના જણાવ્યા પ્રમાણે, જો કોઇ ઉલ્કા પૃથ્વીની સપાટીથી સૂર્ય સપાટી વચ્ચે રહેલા અંતરથી ૧.૩ ગણી ઓછી હોય (લગભગ ૯૩ મિલિયન માઇલ) ત્યારે એને ક્લાસિફાઇડ કરાય છે. નાસા અત્યારસુધી ૨૬ હજારથી વધુ ઉલ્કાઓને ટ્રેક ચૂકી છે, જેમાંથી ૧ હજારથી વધારે સંભવિત રૂપે જોખમી હોવાનો ઉલ્લેખ કરાયો હતો.નાસાના જણાવ્યા પ્રમાણે, આ ઉલ્કા આગામી વર્ષોમાં પૃથ્વીની સપાટીની અત્યંત નજીકથી પસાર થઈ શકે છે. આજે શનિવારે ૨૧ ઓગસ્ટના દિવસે ૧.૪ કિલોમીટર પહોળી આ ઉલ્કા ૯૪,૨૦૮ કિલોમીટર પ્રતિ-કલાકની ઝડપે પૃથ્વીની ભ્રમણ કક્ષા નજીકથી પસાર થશે, જેને ખગોળીય ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાશે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ૨૦૬૩માં આ ઉલ્કા પૃથ્વીની સપાટીથી નજીવા અંતરે પસાર થશે, નાસાએ જણાવ્યું હતું હતું કે ૨૦૨૧માં આ ઉલ્કા પૃથ્વીને કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં. ઉલ્કા–AJ193ને પહેલીવાર જાન્યુઆરી ૨૦૧૬માં અમેરિકામાં હાવાઈના હલાકાલાની વેધશાળામાં સ્થિત પેનોરમિક સર્વે ટેલિસ્કોપ અને રેપિડ રિસ્પોન્સ સિસ્ટમ સુવિધાની સહાયથી સ્પોટ કરાઈ હતી. ત્યાર પછી નાસાએ અંતરિક્ષની વિવિધ ઉલ્કાનું નિરીક્ષણ કરવા માટે NEOWISE સ્પેસક્રાફ્ટનો ઉપયોગ કરાયો હતો. EarthSky અનુસાર, આ દરમિયાન ખગોળશાસ્ત્રીઓને જાણવા મળ્યું હતું કે આ ઉલ્કા ઘણી વિશાળકાય છે. આ ઉલ્કા દર ૫.૯ વર્ષમાં સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને ત્યાર પછી ગુરુની ભ્રમણકક્ષાથી આગળ પરિભ્રમણ કરવા જતી રહે છે.

Previous articleત્રીજી લહેરની શક્યતાઓને લીધે સરકારે શરૂ કરી તૈયારી
Next articleભાવનગરમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરાઈ