બહેનોએ ભાઈને રક્ષા કવચ બાંધી આશીર્વાદ લીધા
ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધનના પવિત્ર પર્વનું વિશિષ્ટ મહત્વ રહ્યું છે. આ વર્ષે વરસાદી માહોલમાં સૌરાષ્ટ્રમાં રક્ષાબંધન પર્વની ઉજવણીનો ઉત્સાહ વિશેષ સ્વરૂપે જોવા મળે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક છે. આ દિવસે ભાઈ પોતાની બહેન પાસે રાખડી બંધાવે છે. ભાઈ પોતાની બહેનની રક્ષા માટે પ્રણ લે છે. રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ખૂબ ધૂમધામ સાથે મનાવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમા તિથીએ મનાવવામાં આવે છે. આ દિવસે બહેન પોતાના ભાઈને હાથમાં રાખડી બાંધતી હોય છે. બહેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે થાળીમાં કુમકુમ, હળદર, અક્ષત, રાખડી સાથે કળશમાં પાણી અને આરતી માટે દીવો આ સાથે જ ભાઈની પસંદની મિઠાઈ પણ થાળીમાં રાખવામાં
આવે છે. આ તહેવારોમાં નાના બાળકો થી માંડી અબોલ વૃદ્ધ સૌવ કોઈ હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરી હતી. ભાઈ અને બહેન વચ્ચેનો સંબંધ ખાટો-મીઠો હોય છે અને તેથી જ રક્ષાબંધનના દિવસે છોકરીઓ તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભલે તે આપણે વર્ષઆખુ લડ્યા હોય પણ રક્ષાબંધનના દિવસે તેમનો સમગ્ર પ્રેમ તેમના ભાઈ માટે છલકાય છે. આ દિવસે બહેનોને તેમના ભાઈ પાસેથી કંઈપણ માંગવાનો અધિકાર છે. અને ભાઈ સહર્ષ પ્રમાણે આપે છે,રક્ષાબંધન પર્વની ઉજવણી સૌઉ કોઈ હર્ષ ઉલ્લાસભેર કરવામાં આવે છે, જેમાં ભાવનગર જિલ્લામાં ય્ફદ્ભ ઈસ્ઇૈં ૧૦૮ સ્ટાફ દ્રારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, ભાવનગર ૧૦૮ના સ્ટાફમાં હિન્દુ બહેનો દ્રારા મુસ્લિમ ભાઈઓ ને રાખડી બાંધીને પર્વની ઉજવણી કરી એક કોમી એકતાનું સુંદર ઉદાહરણ પુરૂ પડ્યું હતું.