ધોલેરાસર સિંગાપોરને ટક્કર મારે તેવું બનશે : મુખ્યમંત્રી

785
guj23418-5.jpg

કોમન એફક્યુમેન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સીઈટીપી તથા પીપળી-ધોલેરા પાણી માટેની પાઈપલાઈનનું ખાતમુર્હુત વિધિનું શિલાન્યાસ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે થયો હતો.
આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આજે ધોલેરા માટે સોનાનો સુરજ ઉગ્યો છે. સિંગાપુર કરતા પણ મોટા ઘેરાવામાં ધોલેરા સ્માર્ટ સીટી બનશે. રૂપિયા રણ હજાર કરોડના ખર્ચે દરિયામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બનશે. ૧૧ હજાર હેક્ટર જમીનમાં આ સોલાર પ્લાન્ટ બનશે. ર૦ હજાર માણસો રોજી મેળવશે. ર૦રર સુધીમાં આ સોલાર પ્લાન્ટ તૈયાર થશે. ધોલેરા સર વર્લ્ડ ક્લાસ સીટી બનશે. ૮ કિ.મી.ની કેનાલ બનશે. જેમાં ર૪ કલાક પાણી રહેશે. આ કેનાલ નર્મદાની મેઈન કેનાલ કરતા પણ મોટી કેનાલ બનશે. તદઉપરાંત ૧ર૦ કિ.મી.ની અંડરગ્રાઉન્ડ કેનાલ બનશે. ધોલેરા અમદાવાદ વચ્ચે ૮ લેઈનનો હાઈવે બનશે. અહીંયાના ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં એરોસ્પેસના સાધનો બનશે. તેમાં કામ કરનારા કારીગરોને ટ્રેનીંગ આપવા સેન્ટર બનશે. જેનું ખાતમુર્હુત કરવામાં આવ્યું છે. ર૦૧૯માં યોજાનારી વાયબ્રન્ટ સમીટને ધોલેરા લાવવામાં આવશે. રૂપિયા ૩ હજાર કરોડના કામો ચાલુ થઈ ગયા છે.

Previous article વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના અધ્યક્ષ અશ્વિન ત્રિવેદી દ્વારા એવોર્ડ એનાયત 
Next article૧૨ ગામના ૫૨૫૯ વ્યક્તિઓએ ઈચ્છામૃત્યુની માંગ કરી