સાળંગપુર કષ્ટભંજનદેવને શ્રાવણ માસના ત્રિવેણી પર્વ નિમિતે અલૌકિક દિવ્ય શણગાર કરાયો

173

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણના ત્રિવેણી પર્વને આજરોજ તા.૨૨/૮ના રોજ નાળિયેરીના પાન અને એવમ્‌ રાખડીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.મહંત વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી તેમજ પુજારી સ્વામી ધર્મકિશોરદાસજીની અથાગ મહેનતથી પવિત્ર યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે દાદાને નાળિયેરીના પાન અને એવમ્‌ રાખડીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.જેમાં સવારે ૫ઃ૩૦ કલાકે પુજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્રારા મંગળા આરતી કરવામાં આવી તેમજ સવારે ૭ કલાકે કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા) દ્રારા શણગાર આરતી કરવામાં આવી હતી.આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. જેમાં આજરોજ ત્રિવેણી” પર્વ રક્ષાબંધન, બળેવ, નાળીયેરી પૂનમ નિમિતે હનુમાજી દાદાને નાળિયેરીના પાન અને એવમ્‌ રાખડીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, હનુમાનજીદાદાને નાળિયેરીના પાન અને એવમ્‌ રાખડીનો નિમિતે ભાવિકો રૂબરૂ દર્શનનો લાભ લીધો હતો અને તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના દિવ્ય શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleહાથબ ગામે માછીમારો દ્વારા દરિયાદેવના પૂજન- અર્ચન સાથે નાળીયેરી પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી
Next articleરક્ષાબંધન પર સુશાંતની બહેને બાળપણની તસવીર શેર કરી