સાબરમતી મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ

141

બહેનોને જોતા જ ચોંધાર આંસુઓએ રડી પડ્યા ભાઈ : બે વર્ષથી કોરોનાનું ગ્રહણ લાગતા કેદીઓને તેમની બહેનો રાખડી બાંધી શકી નહોતી, આ વર્ષે ઉજવણી કરવામાં આવી અમદાવાદ,તા.૨૨
બે વર્ષ બાદ અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. ગત વર્ષે રક્ષાબંધનને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. જેથી જેલમાં ઉજવણી શક્ય બની નહોતી. પરંતુ હવે કોરોના ના કેસોમાં ઘટાડો થતાં સરકારી ગાઇડલાઇન મુજબ જેલમાં પણ રક્ષાબંધનની ઉજવણી શક્ય બની છે. જોકે ઉજવણી દરમિયાન કેદીઓ અને તેમની બહેનો ભાવુક થયા હતા. અનેક દિવસો બાદ બહેન તેમના ભાઈ ને રક્ષા બંધનના દિવસે મળતા જેલમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ભાઈ બહેનોએ એકબીજાની લાગણી એકબીજા સાથે શેર કરી હતી અને જેલ તંત્રના યોગ્ય આયોજનથી અધિકારીઓનો આભાર માન્યો હતો. ભાઈ-બહેનના પવિત્ર પર્વ એવા રક્ષાબંધનની ઉજવણી દેશ અને દુનિયામાં થઈ રહી છે. ત્યારે સાબરમતી સેન્ટ્રલ જેલમાં રહેલા કેદીઓ માટે પણ રક્ષાબંધનની ઉજવણી નું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ વિભાગ દ્વારા સેન્ટ્રલ જેલમાં રહેલા કેદી ભાઈઓ ની બહેનો જેલમાં આવી રક્ષાબંધન ઊજવી શકે તે માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જેમાં બહેનોના કોરોના વેક્સિન ના બે ડોઝ લીધા હોવાનુ સર્ટીફીકેટ અથવા ૪૮ કલાકનો કોરોના નેગેટિવ સર્ટીફીકેટ સાથે જેલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. સતત અનેક દિવસોથી કેદી ભાઈઓ બહેનોને મળીને રક્ષા બંધન મનાવી શકે તે માટે સમગ્ર યોગ્ય આયોજન પુરા સ્ટાફ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હોવાનું ડીવાયએસપી વરુણ વસાવાએ જણાવ્યું હતું. કેદી ભાઈઓ ને રાખડી બાંધવા આવેલી બહેનો એ વહેલી સવારથી જ સેન્ટ્રલ જેલની બહાર લાઈનો લગાવી હતી. જે બાદ ૧૦ – ૧૦ બહેનોને રાખડી બાંધવા જવા માટેની મંજૂરી આપવામાં આવતી હતી. તેથી ભીડ એકઠી ન થાય અને વ્યવસ્થિત રીતે રક્ષાબંધનની ઉજવણી પણ થઈ શકે. જ્યારે બહેનો રાખડી બાંધી રહી હતી ત્યારે ભાઈ બહેનની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. ભાઈ જેલમાં હોવાથી બહેન ને જેલમાં જઈને રક્ષાબંધન મનાવવાનો વારો આવ્યો હતો. જો જેલ તંત્રએ આ વ્યવસ્થા ન કરી હોત તો કદાચ આ વર્ષે પણ આ બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધી શકી ન હોત. જોકે વૃદ્ધ બહેનો કે જુવાન બહેનો ભાઈને અનેક દિવસે જોયા બાદ લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. બીજીતરફ જેલમાં આવેલી બહેનોએ પણ જેલ તંત્રની તૈયારીઓને વખાણી આભાર વ્યક્ત કર્યો હતો. ગત વર્ષે સેન્ટ્રલ જેલમાં કોરોના ના કારણે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી ન હતી. પરંતુ ચાલુ વર્ષે કોરોના ના કેસો ઘટતા સરકારી ગાઈડલાઈન અને આ દેશોના આધારે રક્ષાબંધન ઉજવવામાં આવી હતી.

Previous articleપૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણે એનસીએનો કોર્સ પૂરો કર્યો
Next articleસપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે, નીતિ આયોગ