મોદીએ લખનઉ પહોંચીને કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ આપી : મોદીએ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કર્યા
લખનઉ,તા.૨૨
અયોધ્યા આંદોલનનો અવાજ રહેલા અને યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું છે. તેમણે શનિવારે રાત્રે સંજય ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ૮૯ વર્ષના હતા. ભાજપના દિગ્ગજ નેતાના નિધનથી દેશમાં શોકની લહેર દોડી ગઈ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમના અંતિમ સંસ્કાર સોમવારે ૨૩ ઓદસ્ટે અલીગઢમાં થશે. આ દિવસે જાહેર રજા રહેશે. રવિવારે કલ્યાણ સિંહના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ભાજપના કાર્યાલય લઈ જવામાં આવશે. ૨૩ ઓગસ્ટે અલીગઢમાં પૂર્વ મુખ્યમંત્રીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહનું શનિવારે રાત્રે નિધન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના અંતિમ દર્શન કરવા માટે લખનઉ પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્યાણ સિંહના નિવાસ્થાને પહોંચીને અંતિમ દર્શન કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રધાનમંત્રી મોદીની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરવામાં તેમણે મહત્વની ભૂમિકા નિભાવી તથા આવનારી પેઢીઓ તેમના માટે તેમની આભારી રહેશે. તેમણે કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સિંહ સાથે વાત કરી અને સંવેદનાઓ વ્યક્ત કરી હતી. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યુ કે, જનતાની સાથે અદ્ભૂત જોડાવ હતો. તો ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડૂએ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને રાષ્ટ્રવાદી તથા બેમિસાલ નેતા ગણાવ્યા હતા. કલ્યાણ સિંહ ૧૯૯૧માં યૂપીના મુખ્યમંત્રી બન્યા હતા, ત્યારબાદ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના અયોધ્યામાં વિવાદિત માળખુ પાડી દેવામાં આવ્યું હતું. આ દરમિયાન કાયદો વ્યવસ્થાની જવાબદારી લેતા કલ્યાણ સિંહે કહ્યુ હતુ કે, ગમે તે થઈ જાય, તે કારસેવકો પર ગોળી ચલાવવાનો આદેશ આપશે નહીં. આ વાત તેમણે એક એવી પૃષ્ટભૂમિ પર કહી હતી, જેમાં એકવાર કારસેવકો પર ફાયરિંગ થઈ ચુક્યુ હતું અને પ્રદેશમાં તે સમયે મુલાયમ સિંહ યાદવની સરકાર હતી. ૧૯૯૨માં વિવાદિત માળખુ પાડી દેવાયા બાદ કલ્યાણ સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું.
Home National International ભા.જ.પા.ના દિગ્ગજ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું ૮૯ વર્ષની...