ભાલના કાળા તળાવ નજીક બોલેરો અને રિક્ષા વચ્ચે ટક્કર થતા એકનું ઘટનાસ્થળે જ મોત, એકની હાલત ગંભીર

164

બોલેરો ચાલકનું મોત, રિક્ષા ચાલકની હાલત ગંભીર
ભાવનગરથી નિરમા ફેક્ટરી તરફ જતા રોડ પર કાળા તળાવ નજીક બોલેરો લોડીંગ વાન તથા રિક્ષા વચ્ચે સર્જાયેલ જોરદાર અકસ્માતમાં બોલેરો ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે રિક્ષા ચાલક યુવાનને ગંભીર ઇજાઓ સાથે સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે શરૂ થયેલી રક્તરંજીત ઘટનાઓ-અકસ્માત બીજા દિવસે પણ યથાવત રહેવા પામી છે. સમગ્ર બનાવ અંગે આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરનાં કેબલ સ્ટ્રેઇડ પુલથી લઇને કાળાતળાવ નિરમાના પાટીયા સુધી જોડતા માર્ગ પર સર્જાયેલ અકસ્માતની ઘટનામાં એક નવ યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.આ અંગે સુત્રોએ જણાવ્યું હતું કે, ભાવનગરથી મિનરલ વોટરના જગ-કેપ્સુલ ભરીને ભાલ પંથકમાં ડિલવરી આપવા જઇ રહેલ બોલેરો પીકઅપ લોડીંગ વાહન અને કાળા તળાવ થી આવી રહેલ પેસેન્જર રિક્ષા વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા લોડીંગ વાહન ડ્રાઇવ કરી રહેલ આશેર ૨૪ વર્ષિય નેપાળી યુવાન દિનેશ નેપાળી નામના યુવાનને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કાળાતળાવનો રિક્ષા ચાલક અશોક દિનેશભાઇ સોલંકી ઉ.વ.૨૬ ને ગંભીર ઇજાઓ સાથે સારવાર અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ વેળાવદર ભાલ પોલીસ મથકને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

Previous articleહોલમાર્કિંગ યુનિક IDના વિરોધમાં સોની વેપારીઓની હડતાળ, ભાવનગરની સોની બજાર સજ્જડ બંધ રહી
Next articleશેત્રુંજી ડેમના નિચાણવાળા ગામડાઓને સાવધ કરાયા