શેત્રુંજી ડેમના નિચાણવાળા ગામડાઓને સાવધ કરાયા

594

ધારીના ખોડિયાર ડેમમાંથી પાણીની અવિરત આવક શરૂ થતાં શેત્રુંજી ડેમ ગમે ત્યારે અવરફલો થશે
ભાવનગર જિલ્લા ની જીવાદોરી સમાન શેત્રુડેમ ગમે ત્યારે અવરફલો થાય એવાં ઉઝળા સંજોગો નું નિર્માણ થયું છે ગિર પંથકનાં ધારી તાલુકામાં આવેલ ખોડિયાર ડેમ છલોછલ થતાં આ ડેમમાંથી વિશાળ જળરાશી છોડવામાં આવતાં પૂર નો ધસમસતો પ્રવાહ ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં આવેલ શેત્રુંજી ડેમમાં ઠલવાઇ રહ્યો હાલમાં શેત્રુંજી ડેમ ૮૦ ટકા થી વધારે ભરાયેલો હોય આથી આ ડેમ ગમે ત્યારે અવરફલો થાય એવી પુરેપુરી શક્યતા ઓ પ્રબળ બની હોય ડેમ સત્તાવાળ તંત્ર દ્વારા ડેમ હેઠવાસ હેઠળ આવતા ગામડાઓને સતર્ક કરવામાં આવ્યાં છે.
ભાવનગર શહેર-જિલ્લા માં આ વર્ષે જોઈએ એવી મેઘકૃપા હજું સુધી વરસી નથી પરંતુ બારમાસ પીવા તથા સિંચાઈ માટે પાણી પુરૂ પાડતાં અને ભાવનગર શહેર-જિલ્લા ની જીવાદોરી ગણાતાં શેત્રુંજી ડેમ માં નર્મદા, તથા ગિર પંથક માથી અવિરતપણે શરૂ રહેતી પાણીની આવક ને પગલે જળ સપાટી સમૃદ્ધ રહેવા પામી છે ત્યારે તાજેતરમાં સૌરાષ્ટ્ર ખાસ કરીને ગિર પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ થી પડી રહેલ છે અવિરત વરસાદ ને પગલે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ ખોડિયાર ડેમ હાલમાં છલકાઈ ગયો છે આથી આ ડેમમાં પાણીનું લેવલ અકબંધ જાળવી રાખવા માટે ડેમ સત્તાવાળ દ્વારા ખોડિયાર ડેમ માથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે આ વિશાળ જળરાશી પુર રૂપે પુરા વેગ સાથે શેત્રુંજી ડેમમાં ઠલવાઇ રહ્યો છે આથી હાલમાં શેત્રુંજી ડેમ ૮૦ ટકા થી વધુ ભરાયો હોય અને ડેમની જળ સપાટી નું લેવલ અકબંધ જાળવી રાખવા માટે અધિકારીઓ દ્વારા શેત્રુંજી ડેમ માથી પાણીનો જથ્થો છોડવાનો નિર્ણય કર્યો છે જે અંગે ડેમ હેઠવાસ હેઠળ આવતા ગામો જેમાં નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માઈધાર, મેંઢા, ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર ગામના લોકો ને સાવધાન રહેવા જણાવાયું છે ઉપરાંત પાણી છોડવામાં આવે તે વેળાએ નદીનાં પટમાં થી પગપાળા, વાહન સાથે કે ઢોરઢાંખર સાથે નદી પાર ન કરવા જણાવાયું છે શેત્રુંજી ડેમ ૩૧.૪ ફૂટે હાલની જળસપાટી પહોંચી છે કરંન્ટ સમાચાર મુજબ ૨૦૩૦ ક્યુસેક પાણી નો ધસમસતો પ્રવાહ શરૂ હોવાનું જાણવા મળ્યું છે આથી હવે ભાવનગર શહેર-જિલ્લામાં વિના વરસાદે પણ જિલ્લા ની જીવાદોરી છલક સપાટી એ પહોંચી ચૂકી છે જેને પગલે ધરતીપુત્રો તથા શહેરીજનો માં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

Previous articleભાલના કાળા તળાવ નજીક બોલેરો અને રિક્ષા વચ્ચે ટક્કર થતા એકનું ઘટનાસ્થળે જ મોત, એકની હાલત ગંભીર
Next articleશહેરમાં જુનું જર્જરીત મકાન ધારાશાયી