ભાવનગર શહેરમાં આવેલ રાંધનપુરી બજારમાં અનેક વર્ષોથી બંધ હાલતમાં અને જર્જરીત હાલતમાં રહેલ રહેણાંકીય મકાનનો કેટલોક ભાગ ધડાકાભેર ધરાશાયી થતાં આસપાસના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે, ઘટના સમયે આ મકાન નીચે લોકોની અવર જવર ન હોય આથી જાનહાની ટાળી હતી. આ મકાનના કાટમાળ તળે કેટલીક દુકાનો આવી જતા દુકાનો તથા વાહનોને નુકશાન થયું હતું. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તથા તપાસ હાથ ધરી હતી.