શહેરના ચિત્રા જીઆઈડીસી પ્લોટ નં.૧ પ્લાસ્ટીકના ભંગારના ડેલામાં આજે સવારે આગનો બનાવ બનવા પામ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મસમોટો પ્લાસ્ટીકનો જથ્થો બળીને ખાક થઈ ગયાનું જાણવા મળ્યું છે. ચિત્રા જીઆઈડીસીમાં આવેલ મુરાદભાઈ બાવુદ્દીનભાઈ ઈસરાણીની માલિકીના પ્લોટ-૧ પ્લાસ્ટીકના ભંગારના ડેલામાં આજે સવારે આગનો બનાવ બનવા પામ્યો હતો.
બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ સ્ટાફ બનાવસ્થળે દોડી જઈ ચાર ગાડી પાણીનો છંટકાવ કરી આગને ઓલવી નાખી હતી. આગમાં પ્લાસ્ટીકનો મસમોટો જથ્થો બળીને ખાક થઈ ગયાનું જાણવા મળ્યું છે.