તા. ૧૫-૦૮-૨૦૨૧ ના રોજ ઇન્ટરનેશનલ સંસ્થા AMP (એસોશ્યશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ) દ્વારા દેશ ભર માં મુસ્લિમ સમાજ ની સંસ્થાઓ જેઓ સમાજ તથા દેશ માટે સમાજ કલ્યાણ ના હિત માટે કામ કરે છે તેમનું સમ્માન કરવા માં આવેલ. જેમાં આજ રોજ તા. ૨૨-૦૮-૨૦૨૧ રવિવારે અમદાવાદ ખાતે ગુજરાત માંથી પસંદ પામેલી વિશિષ્ટ અને શ્રેષ્ઠ સંસ્થાઓ નું સમ્માન કરવા મા આવેલ. આ સંસ્થાઓ પૈકી આપણી ભાવનગર ની એક માત્ર મુસ્લિમ જમાતો સંગઠિત સંસ્થા કસ્બા અંજુમને ઇસ્લામ ને સ્પેશ્યલ જુરી એવોર્ડ ફોર સોશ્યિલ એક્સસેલેન્સ થી સન્માનિત કરવા માં આવી.આ પ્રોગ્રામ માં કસ્બા અંજુમને ઇસ્લામ નું ટ્રસ્ટી મંડળ નાં પ્રમુખ મેહબૂબ ભાઇ શેખ, ઉપપ્રમુખ હાજી રૂમિભાઇ શેખ, સલીમભાઈ રાંધનપુરી, તોફીક શેખ, મુર્તુઝા રેહાન હાજર રહી આ એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો અને બીજી અન્ય ગુજરાત ની પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે મુલાકાત કરી અને વિવિધ કામો માં સાથે રહી કામ કરવાની બાંહેધરી આપી હતી.આ એવોર્ડ કસ્બા અંજુમને ઈસ્લામ ભાવનગર ના મુસ્લિમો ને સમર્પિત કરે છે કે ભાવનગર ના મુસ્લિમ સમાજ ના સાથ અને સહકાર થી જ કસ્બા ના કામો સફળ થઈ રહ્યા છે. અને કોમ ને મદદરૂપ થવા કસ્બા હમેશા તતપર રહેશે.