ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ લેવાઈ

779
bvn24418-4.jpg

શહેરના ર૪ કેન્દ્રો પર કુલ ૧૦રપ૭ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પરીક્ષાઓ આપી હતી. સમગ્ર પરીક્ષાનું મોનીટરીંગ ડીઈઓ કચેરી ખાતેથી કરવામાં આવ્યું હતું.
ધોરણ ૧ર પછી આગળના અભ્યાસક્રમ તથા અલગ-અલગ ફેકલ્ટીઓ માટે રાજ્ય શિક્ષણ બોર્ડના નિયમ મુજબ ગુજકેટની પરીક્ષા ફરજીયાતપણે પાસ કરવી પડે છે જે અન્વયે રાજ્યના મહાનગરો સાથોસાથ ભાવનગર ખાતે પણ આજરોજ ગુજકેટની પરીક્ષા યોજવામાં આવી હતી. શહેરના કુલ ર૪ કેન્દ્રો પર સવારે તથા બપોરે એમ બે વિભાગમાં પરીક્ષાઓ યોજાઈ હતી. સવારે ફીઝીક્સ તથા કેમેસ્ટ્રી અને બપોરે બાયોલોજી તથા મેન્સના પેપર યોજાયા હતા. સવારે યોજાયેલ પરીક્ષામાં પ૧ર૯ વિદ્યાર્થીઓ હાજર, ૪૬ ગેરહાજર મળી કુલ સંખ્યા પ૧૭પ તથા બપોરે બાયોલોજી મેન્સ માટે જેમાં બાયોલોજીમાં ર૮૮૯ હાજર, ૩૦ ગેરહાજર મળી કુલ ર૯૧૯ની સંખ્યા મેથ્સ માટે રર૩૯ હાજર, ર૧ ગેરહાજર સાથે કુલ રર૬૦ની સંખ્યા રહી હતી.

Previous article ચિત્રા : પ્લાસ્ટીકના ભંગારના ડેલામાં વિકરાળ આગ
Next articleઆખલોલ જકાતનાકા પાસે જુગાર રમતા પાંચ ગેમ્બલરને ઝડપી લીધા