આખલોલ જકાતનાકા પાસે જુગાર રમતા પાંચ ગેમ્બલરને ઝડપી લીધા

1001
bvn24418-2.jpg

શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલ પંચનાથ મંદિરની પાછળ બાવળની કાંટમાં જુગાર રમી રહેલા પાંચ ગેમ્બલરોને એસઓજી ટીમે બાતમી રાહે રેડ કરી ઝડપી લીધા હતા. એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ, વિશ્વદીપસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમી આધારે આખલોલ જકાતનાકા, પંચનાથ મહાદેવના મંદિર પાછળ બાવળની કાંટમાં જાહેરમાં ગંજીપાના તથા રોકડ રકમ વડે હારજીતનો જુગાર રમતા જમાલભાઇ સતારભાઇ પઠાણ રહે. ઇન્દીરાનગર, મુસ્તુફાભાઇ ઉર્ફે મુન્નો હાજીભાઇ સોરઠીયા રહે. ઇન્દીરાનગર, મુકેશભાઇ પ્રતાપભાઇ ગામીત, દીપકભાઇ રમેશભાઇ ભીલ,  પૃથ્વીરાજસિંહ મંગળસિંહ જાડેજાને રોકડ રૂપિયા ૧૧,૧૭૦/- તથા મોબાઇલ ફોન-૩ તથા ગંજી પાના મળી કુલ રૂપિયા ૧૭,૧૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ. જે તમામ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. 
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમારની સુચનાથી એસ.ઓ.જી.ના હેડ કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહીલ, પોલીસ કોન્સ. રાજદીપસિંહ ગોહીલ, વિશ્વદીપસિંહ ઝાલા, પ્રદીપસિંહ દશરથસિંહ ગોહીલ, અતુલભાઇ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ હેમંતસિંહ ગોહીલ, બાવકુદાન ગઢવી, યોગીનભાઇ ધાંધલ્યા તથા ડ્રાઇવર મુકેશભાઇ મોહનભાઇ જોડાયા હતા.

Previous articleગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ લેવાઈ
Next article રાજુલા-જાફરાબાદની પ્રાથમિક શાળાઓમાં ૯૭ શિક્ષકોની ઘટ