જાફરાબાદ રાજુલા તાલુકાના વિદ્યાર્થીઓના અભ્યાસ સામે ચેંડા કરતુ શિક્ષણ જગત રાજુલા તેમજ અધધ જાફરાબાદ તાલુકામાં જ ૯૭ શિક્ષકોની ઘટથી જિલ્લા બાંધકામ સમીતી ચેરમેન ટીકુભાઈ વરૂએ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રીને કરી રજુઆત જાફરાબાદ રાજુલા તાલુકાના વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે બેદરકારી પૂર્વક ચેંડા કરતુ રાજ્ય સરકારનું શિક્ષણ જગત રાજુલા તેમજ જીલ્લાના છેવાડાના ગામોમાં મોટા ભાગની પ્રાથમીક શાળાઓમાં ઘણા લાંબા સમયથી શિક્ષકોની કારમી ઘટ હોવાને કારણે શિક્ષણને ગંભીર અસર પહોચી છે થોડા સમય પહેલા રાજુલાના ખાંભલીયા ગામે ગામ લોકો દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરેલ તેમજ જાફરાબાદના પાટી માણસા ગામે ગુણોત્સવનો બહીષ્કાર કરતા ખુદ મામલતદાર ચૌહાણ તાબડતોબ મુકામ કરી આડા અવળા ૪ શિક્ષકોની ઈમરજન્સી નીમણુંક કરી મામલો શાંત પાડ્યો પણ ચાર શિક્ષકોને બીજી નિશાળેથી પાટી માણસા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા મુકેલ પણ બીજી સ્કુલમાં તો ૪ શિક્ષકોની ઘટ થઈ હવે જે તે ગામમાંથી લાવેલ શિક્ષકોને તો તે ગામમાં હોબાળો થયો તો મુળમાંતો ૯૭ શિક્ષકોની ઘટ તાલુકા શિક્ષણ અધિકારી ક્યાથી લાવે માટે આ વાત જીલ્લા બાંધકામ સમિતિ ચેરમેન ટીકુભાઈ વરૂ પાસે પહોચતા જ તાબડતોબ રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી ઉપર રાજુલા તેમજ છેવાડાના અતિ પછાત તાલુકો જાફરાબાદમાં ૯૭ શિક્ષકોની રહેલ ‘ઘટ’ને વેકેશન દરમ્યાન પુરી કરી ૯૭ શિક્ષકોની નવી નિમણુંક કરવામાં આવે તેવો રાજ્ય સરકારના શિક્ષણમંત્રીને પત્ર આવેદનના સ્વરૂપે પાઠવેલ છે.