મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ૨૭મીએ મળશે : ૧૯ ઠરાવો રજુ થશે

160

ભાવનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક સ્ટે. કમિટીના ચેરમેન ધિરૂભાઇ ધામેલીયના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૨૭મીના રોજ સાંજે ૪ કલાકે મળશે. જેમાં ૧૯ જેટલા ઠરાવો રજુ થશે જે અંગે ચર્ચા વિચારણા કરી નિર્ણય કરાશે. આ મળનારી સ્ટે. કમિટિની બેઠકમાં ભાવનગર મહાનગર પાલિકા પીજીવીસીએલ સાથે પીપીએ કરી સોલાર પ્લાન્ટ સ્થાપવાની કાર્યવાહી હાથ ધરી છે. મહાપાલિકાના જુદા જુદા વિભાગો જેવા કે ફિલ્ટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન, એસટીપી, સોલીડ વેસ્ટ, ડ્રેનેજ વગેરે માટે દર મહિને કરોડો રૂપીયાનો ખર્ચ થાય છે. સોલાર પ્લાન્ટ સ્થાપી કોર્પોરેશન દર મહિને કરોડો રૂપિયાની વિજ બચત કરશે. મહાનગરપાલિકાના જુદા જુદા ફિલ્ટર પ્લાન્ટ, પંપીંગ સ્ટેશન, વગેરે માટે હાલમાં પ્રતિ માસ અંદાજિત ૨૩.૨૫ લાખ યુનિટનો વપરાશ થાય છે. તેમજ પ્રતિમાસ વીજ ખર્ચ અંદાજિત રૂ.૧.૫૫ કરોડ થાય છે. રિન્યુએબલ એનર્જીનો વધારેમાં ઉપયોગ થાય તે હેતુથી ગુજરાત સોલાર પાવર પોલીસી જાહેર કરવામાં આવી છે જે અન્વયે સોલાર પ્લાન્ટ સ્થાપવા માટે રોકવા માટે આગામી તા.૨૭ના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવાનો નિર્ણય કરાશે. તદુપરાંત કોવિડ ટેસ્ટ માટે ૫૦ હજાર ઇ્‌ઁઝ્રઇ ખરીદી જેનો થયેલા રૂ.૧૦.૧૦ લાખના ખર્ચની હકીકત જાહેર કરવા, કોરોના ની સંભાવનાઓ હેઠળ પેશન્ટ કેર એટેન્ડેન્ટની તાલીમ આપવાના થયેલા ખર્ચ, આરસીસી રોડની સમય મર્યાદા વધારી આપવા, વેલિંગ્ટન સર્કલ દત્તક આપ્યું પરંતુ જાળવણી નહિ કરાતા કોન્ટ્રાક્ટ રદ કરવા, બાલવાટિકામાં થયેલા વધારાના રૂ.૮૧.૬૩ લાખના ખર્ચ સહિત કુલ રૂ.૩.૫૯ કરોડના ખર્ચ તેમજ મુદત વધારાને મંજૂરી આપવા, મેનેજમેન્ટ તેમજ ડ્રેનેજ વિભાગમાં કામદારો અને સેનેટરી સબ ઈન્સ્પેક્ટરના સેટ અપમાં વધારો કરી રિવાઇઝ સેટઅપ મંજુર કરવા, એસેસમેન્ટ સેલ વિભાગમાં પણ રિવાઈઝ સેટઅપ મંજુર કરવા સહિતના ૧૯ કાર્યોની ચર્ચા વિચારણા કરી નિર્ણય કરવામાં આવશે.

Previous articleતળાજાના સરતાનપર ખાર વિસ્તારમાંથી રેતી ચોરીના ચાર ટ્રક ઝડપાયા
Next articleપેટ્રોલપંપ પર શખ્સનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ