ભાવનગર શહેરના જિલ્લા કલેક્ટર કચેરી સામે આવેલ એક પેટ્રોલપંપ પર કેશીયરના પાઉચ માથી રોકડ રકમ ની લૂંટ ચલાવી નાસવા જતાં શખ્સને પેટ્રોલપંપ પર ફરજ બજાવતા કર્મચારીઓ એ ઝડપી પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર બનાવ અંગે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરની કલેક્ટર કચેરી સામે આવેલ પેટ્રોલપંપ પર ધવલ ઝાલા નામનો યુવાન ફિલરમેન તરીકે નોકરી કરે છે આ યુવાન પંપ પર પૈસા ભરેલું પર્સ ટીગાડી પાણી પીવા જતાં એક અજાણ્યા શખ્સે પાઉચ માથી પૈસા કાઢી ભાગવા જતાં પંપ પર હાજર કર્મચારીઓ જોઈ જતાં આ લૂંટારૂ પાછળ દોડી થોડે દૂર થી શખ્સને ઝડપી લીધો હતો અને પોલીસને જાણ કરી હતી આથી સી ડીવીઝન પોલીસે ઘટના સ્થળે દોડી આવી શખ્સનો કબ્જો લઈ વધુ તપાસ હાથ ધરી હતી.