ડિસ્ટ્રીકટ કોર્ટ કમ્પાઉન્ડમાં એક ઈસમ છરી સાથે પકડાતા ચકચાર

135

ડિસ્ટ્રીકટ જજ આર.ટી.વચ્છાણીએ ઘટનાની ગંભીર નોંધ લઈ સ૨ક્ષા બાબતે સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી
આજરોજ ડિસ્ટ્રીકટ કોર્ટ કમ્પાઉન્ડ ભાવનગર ખાતે એક ઈસમ શંકાસ્પદ જણાયાની વર્ધી મળતા ગંગાજળીયા પો.સ્ટે.ના પોલીસ કર્મચારીએ તેને પકડી ચેક કરતા તેની પાસેથી કમરના ભાગેથી એક છરી મળી આવતા મજકુર ઈસમને રંગે હાથ ઝડપી તેના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.મજકુર ઈસમ નામ સરનામુ પુછતા પોતાનુ નામ ઈબ્રાહિમ ગુલમહમદ દલ જાતે સંધી ઉ.વ.૫૨, ધંધો.મજુરી, રહે જંગલેશ્વર, અંકુર સોસાયટી, શેરી નં.૩, રાજકોટ વાળો હોવાનુ જાણવા મળ્યું હતું, ઈસમના કબજા માંથી મળેલ સ્ટીલના ફણા વાળી અને લાકડાના હાથાવાળી છરી બાબતે કોઈ પાસ પરમીટ કે હથીયાર રાખી જાહેરમાં નીકળવા બાબતે સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ લાયસન્સ હોય તો રજુ કરવા જણાવતા મજકુર ઈસમે આવી કોઈ પાસ પરમીટ કે લાયસન્સ નહી હોવાનુ જણાવતા પંચો રુબર હથીયાર કબજે કરી ભાવનગરના જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ફરીયાદ નોંધાવેલ અને ધોરણસર અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.સદર ઘટના બાબતે ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણી ઘટનાની ગંભીર નોંધ લઈ તાત્કાલીક કોર્ટ સંકલન જાતે સ્થળ નિરીક્ષણ કરી જજીસ, વકીલ અને પક્ષકારો તથા કોર્ટ સ્ટાફની સુરક્ષા મામલે જરુરી સુચનાઓ આપી હતી.

Previous articleપેટ્રોલપંપ પર શખ્સનો લૂંટનો નિષ્ફળ પ્રયાસ
Next articleભાવનગરમાં મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ દ્વારા આરોગ્ય મેળાનું આયોજન કરાયું