ભાવનગર આંબેડકર હોલ ખાતે મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સંઘના સભ્યો તથા તેમના કુટુંબીજનોનું કુપોષણ સ્તર સુધારવા માટે આરોગ્ય મેળાનું આયોજન જિલ્લા સંકલન અધિકારી ગોસ્વામી ઇલાબેન દ્વારા કરવામાં આવેલા ઘોઘા, પાલીતાણા, તળાજા, ભાવનગર ગ્રામ્યના ૧૫૦ બહેનો કાર્યક્રમમાં સહભાગી થયેલ સંઘ સભ્યો તેમજ તેમના કુટુંબીજનોનું કુપોષણ સ્તર સુધારવા માટે તજજ્ઞ દ્વારા ગ્રામ્ય અતિ છેવાડા ની મહિલાઓને માહિતી અપાઈ હતી. આરોગ્ય મેળા દરમિયાન જુદા-જુદા નિષ્ણાતો એ માહિતી આપી હતી, સ્ટેટ કનસલ્ટન રમીલાબેન ડામોર દ્વારા તથા અમદાવાદના જિલ્લા સંકલન અધિકારી હર્ષિદાબેન પરમારએ આરોગ્ય પોષણ અંગે, મેડીકલ ઓફિસર મનિષાબેન પરમાર દ્વારા આરોગ્ય ની સરકારી યોજનાઓ અને સમતોલ આહાર વિશે, પ્રોગ્રામ ઓફિસર આઇ.સી.ડી.એસ. વિભાગમાંથી જાગૃતીબેન આંગણવાડી માંથી મળતો કિશોરી ધાત્રી માતા તથા સગર્ભા બહેનોની યોજનાકીય વિશે, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી નવનીતભાઈ દ્વારા પાલક માતા-પિતા યોજના વિશે, મહિલા અને બાળ વિભાગ માંથી પરેશભાઈ બલદાણીયા દ્વારા સરકારી યોજના વિશે અંગે તમામ નિષ્ણાતો એ વિસ્તૃત માહિતી આપી હતી. ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન સુમિત ભાઈ ઠક્કર દ્વારા અંગદાન ડોનેશન તથા સ્વાસ્થ્ય વિશે માહિતી આપેલ તથા રોહિતભાઈ ભંડેરી દ્વારા કિડની ટ્રાન્સપ્લાન તથા સંસ્થા દ્વારા ચાલતા કેમ્પ વિશે ચર્ચા કરેલ સમગ્ર કાર્યક્રમની જેહમત ભાવનગર જિલ્લાના મહિલા સામખ્ય સોસાયટી ના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી.