રહીશોએ અનેક વખત રજુવાત કરી છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી
ભાવનગર મહાનગરપાલિકા ની હદમાં છેલ્લા ૬ વર્ષ થી નવા ભળેલા વિસ્તાર નારી ગામમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં રાંધલમાની દેરી પાસે, રામજી મંદિર પાસે, કાળાપીરની દરગાહ પાસે ગટર ઉભરાઈ છે. નારી-ફુલસર વોર્ડમાં ભાજપના ત્રણ કોર્પોરેટરો છે પણ ત્રણ માંથી એકપણ કોર્પોરેટર ધ્યાન આપતા ના હોવાનો આક્ષેપ કરાયો છે.
ભૂગર્ભ ગટર તથા પાણીની લાઈન પાથરવાની કામગીરી ઠપ્પ કરી દેવાતાં સ્થાનિકોને વર્તમાન મહામારીના સમયમાં વધારાની વણજોઈતી મુશ્કેલી સહન કરવાની નોબત આવી છે છેલ્લા ઘણા સમયથી ગટર નું કામ અનેક વખત રજુવાત કરીએ ત્યારે આવે અને થોડું કરી ને છોડીને અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પલાયન થઈ જાય છે, ગટરના ભૂગળોઓ ભરાઈ ગયેલા દેખાઈ છે, હાલ જયારે રોગોએ ભરડો લીધો છે ત્યારે તંત્ર ધ્યાન આપે તો સારું.નારી ગ્રામજનો ના પારાવાર વિરોધ વચ્ચે પણ આજથી છ વર્ષ પૂર્વે નારી ગામનું ભાવનગર શહેરી વિસ્તાર સીમાંકન માં સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે પણ અને આજે પણ સ્થાનિક જનતા તંત્ર ના આ નિર્ણય થી ખુશ નથી કારણકે જયારથી શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારથી લઈ ને આજદિન સુધી લોકોની પ્રાથમિક સગવડો ને લગતાં સળગતા સવાલો નો કોઈ જ ઉકેલ આવ્યો નથી.નારી-ફુલસરના વોર્ડના કૉંગ્રેસના કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલએ જણાવ્યું હતું કે જેને પગલે છેલ્લા બે માસથી આ ડ્રેનેજ લાઈનોનુ ગંદુ દુર્ગંધ યુક્ત પાણી રોડના ખાડાઓમા ભરાઇ રહ્યાં છે એક તરફ કોરોના ની મહામારી એમાં આ ડ્રેનેજ ના ભરાતાં પાણી રોડ-રસ્તાના ઠેકાણા નહીં તો લોકો કરે તો આખરે કરે શું, તંત્ર ના બહેરા કાને વારંવાર લેખીત મૌખિક રજૂઆતો કરવા છતાં હજું સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી વ્યાપક પ્રમાણમાં ખોદેલા રસ્તા ના કારણે ઈમરજન્સી સમયે ભારે સમસ્યાઓ સર્જાય છે ત્યારે આ પ્રાણ પ્રશ્નો નો સત્વરે ઉકેલ આવે એવી માંગ નારી ગ્રામજનોએ કરી છે.નારી ગામ ના રહીશ જે.બી.ગોહિલાએ જણાવ્યું હતું કે ચિત્રા -ફુલસર – નારી વોર્ડમાં નારી વિસ્તારમાં રાંદલમાની દેરી -રામજીમંદિરપાસે ભાયાંશેઠ નો ચોક – મોક્ષમંદિર રોડ પર કાળાપીર બાપા પાસે આ ત્રણેય વિસ્તારમાં ઘણાંજસમય થી ડ્રેનેજ ના પાણી રસ્તા પર ઉભરાય છે કોર્પોરેશન માં અવારનવાર આ વિસ્તાર ના લોકો દ્વારા રજુઆત કરવા છતાં આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી. જ્યારે હરપાલસિંહ રાણાએ જણાવ્યું હતું કે લોકો દ્વારા આ વિસ્તારમાંથી ચૂંટાયેલ શાસક પક્ષ ના કોર્પોરેટર ને પણ રજુઆત કરેલ છે ખુદ મેયર પણ આ વિસ્તાર માંથી ચૂંટાયેલ હોવા છતાં આ વિસ્તારના લોકોની હાલત ખુબજ દયનીય છે