ખેરા ગામે સ્વચ્છતા જાળવવાનાં ગ્રામજનોએ સમુહ સંકલ્પ કર્યો

1039
guj24418-2.jpg

‘ગ્રામ સ્વરાજ અભિયાન ઉજવણી નિમીત્તે રાજુલા તાલુકાના ખેરા ગામમાં આજરોજ તારીખ ૨૩-૪-૨૦૧૮ના માનનિય ડીડીઓ અને નિયામકની સુચના મુજબ ગામમાં સૌ પ્રથમ સ્વચ્છતા વિશે લોકોને માહિતગાર કરેલ અને ગામમાં સ્વચ્છતાના શપથ લેવડાલેલ ત્યારબાદ જે લાભાર્થીએ ગામમાં સૌ પ્રથમ સ્વચ્છતા વિશે લોકોને માહિતગાર કરેલ અને ગામમાં સ્વચ્છતાના શપથ લેવડાવેલ ત્યારબાદ જે લાભાર્થીએ શૌચાલય બનાવેલ હતા તે ઉપયોગ ન કરતાં હતા તે લાભાર્થીઓને એસબીએમની ટીમ દ્વારા સમજાવતા ઘણા લાભાર્થીઓ શૌચાલયમાં લાકડડા કે અન્ય વસ્તુ ભરેલુ હતું તે કઢાવીને આ લાભાર્થીઓ સહમત થયેલ કે હવે અને અમારૂ કુટુબ શૌચાલયનો ઉપયોગ કરીશુ ત્યારબાદ ખેરા ગામમાં ધન કચરાના વ્યવસ્થાપન માટે કેમ્પાસ્ટ પીટનું એસબીએમની ટીમ જીએચસીએલની ટીમ ગામના સરપંચ અને આ તમામ સભ્ય અને માજી જીલ્લા પંચાયતના સદસ્ય દ્વારા ખાત મુર્હુત કરવામાં આવેલ આ કાર્યક્રમ તાલુકા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ એસબીએમના બ્લોક કો-ઓર્ડિનેટ ફિડેચાભાઈ કલ્સટર કો.ઓડિનેટર ભંમરભાઈ મુકેશભાઈ અને મિરલબેન તેમજ જીએચસીએલના રવિભાઈ સોલંકી અને જીવાભાઈ મોરી તેમજ માજી જીલ્લા પંચાયતના સદસ્ય મેરૂભાઈ ગુજરીયા ગ્રામ સભ્ય તેજુબેન કાળુભાઈ ગુજરીયા, બાલુભાઈ ભાણાભાઈ ગુજરીયા જગુભાઈ શિયાળ, પ્રતાપભાઈ ગુજરીયા નાથાભાઈ ગુજરીયા વગેરે મહાનુભાવો હાજર રહેલ અને ગામના તમામ લોકોએ સંકલ્પ કરેલ કે અમે શૌચાલયનો ઉપયોગ કરીશુ ગંદકી કરીશુ નહી અને કરવા દેશુ નહિ તેમજ હવેથી બહેનો દ્વારા જણાવેલ કે અમે રસોઈ બનાવતા પહેલા સાબુથઈ હાથ ધોઈસુ અને નાના બાળકોને ખુલ્લી જગ્યાને બદલે શૌચાલયમા જ જાજરૂ કરાવીશુ અને ઘરને ફળીયાને અને ગામને સ્વચ્છ રાખીશું તેવો સંકલ્પ કરેલ.

Previous article રેલ રોકો આંદોલન કરાતા ઉચૈયા ગામનાં અંડર બ્રિજનો પ્રશ્ન હલ
Next article કાળાનાળા તથા આંબાચોક ખાતે ગટરના ગંદા પાણી ફરી વળ્યા