કોરોનાની ત્રીજી લહેરના લઈને વિવિધ દાવાઓ : જે પરિવારમાં વૃદ્ધોનું રસીકરણ થયું છે અને પરિવારના બાળકો કોમોરબિડ નથી તો તેમણે ચિંતાની જરૂર નથી
કાનપુર, તા.૨૫
કોરોનાની ત્રીજી લહેરને લઈને તમામ દાવા કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન કાનપુર આઈઆઈટીના વૈજ્ઞાનિક પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે મહામારીની ત્રીજી સંભવિત લહેરની બાળકો પર અસર ઘણી ઓછી રહેશે. પ્રોફેસર મનિંદર અગ્રવાલે આની પાછળ પોતાની સ્ટડીમાં બે કારણ બતાવ્યા છે. પહેલુ કારણ બતાવતા પ્રોફેસર અગ્રવાલે દાવો કર્યો છે કે હજુ સુધી બાળકોમાં જે સંક્રમણ સામે આવ્યુ છે તે ઘણુ સામાન્ય છે. જે તેમની પર વધારે અસર કરતુ નથી. આની પાછળ તેમણે સીરો સર્વેના પરિણામોનો હવાલો આપ્યો છે. તેમનુ કહેવુ છે કે બાળકોમાં ઈમ્યુનિટી ઘણી સારી હોય છે. બીજુ કારણ એ છે કે ઈમ્યુનિટીનુ સ્તર ઘણુ સારૂ હોય છે. ખાસ કરીને જે પરિવારમાં મોટા વૃદ્ધોનું રસીકરણ થઈ ચૂક્યુ છે અને પરિવારના બાળકો કોમોરબિડ નથી તો તેમણે ચિંતા કરવાની જરૂર નથી. તેમના બાળકો સંક્રમિત તો થશે પરંતુ આ પરિવારમાં ફેલાશે નહીં. બીજા બાળકો પર આની કોઈ ખાસ અસર થશે નહીં. પ્રોફેસરે ઉત્તર ભારતના રાજ્યોના સ્કુલ ખોલવાના પગલાને પણ યોગ્ય ગણાવ્યુ છે. દાવો કરવામાં આવ્યો છે કે જે સ્થળો પર ઈમ્યુનિટી લેવલ ઘણુ વધી ગયુ છે, જેમ કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ બિહાર, રાજસ્થાન અહીં સ્કુલ ખોલવામાં હાલ કોઈ મુશ્કેલી દેખાતી નથી. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિક મનિન્દ્ર અગ્રવાલે સપ્ટેમ્બર મહિનામાં કોરોનાની ત્રીજી લહેરનો દાવો કરનારી રિપોર્ટનુ પણ અધ્યયન કર્યુ છે. પ્રોફેસરના જણાવ્યા અનુસાર રિપોર્ટનુ અધ્યયન કરવા પર જાણ થાય છે કે તેમાં એવુ કંઈક એલાર્મિંગ નથી જેવુ કહેવામાં આવી રહ્યુ છે. આ રિપોર્ટમાં પણ અનુમાન લગાવવામાં આવ્યુ કે ભવિષ્યમાં જો એવુ થાય તો કેવુ થશે. તેમણે અનુમાન લગાવ્યુ કે જો રસીકરણની રફ્તાર શરૂઆતી સમયની જેમ ધીમી હશે તે સપ્ટેમ્બરમાં કોરોનાની ત્રીજી વેવ પણ આવી જશે. તેની રિપોર્ટમાં આ વાત પણ કહેવામાં આવી છે કે જે રફ્તારથી ટીકાકરણ વધારવામાં આવી રહ્યુ છે તેવુ જ ચાલતુ રહ્યુ તો થર્ડ વેવમાં સેકન્ડ વેવના અડધા કોરોના સંક્રમિત સામે આવશે. આ કેસમાં પ્રોફેસર અગ્રવાલ અને આ રિપોર્ટનુ આકલન લગભગ સરખુ આવે છે.