સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા ભવ્ય સહસ્ર કળશ મહાઅભિષેક ઉત્સવ ઉજવાશે

746

યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા આગામી તા.૨૭ -૨૮-૨૯ ઓગસ્ટ ૨૦૨૧ના દિવસોમાં ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામી(અથાણાવાળા)ની પ્રેરણાથી ભવ્ય સહસ્ર કળશ અભિષેક ઉત્સવનું  આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત શ્રી હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનો પવિત્ર જળથી ભરેલ ૧૦૦૦ કળશો દ્વારા દિવ્ય અભિષેક થશે અને ઉત્સવ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલ તમામ યજ્ઞ સામગ્રી,ઔષધિઓ,ફળો,જળ વિગેરેનો પ્રસાદ સામાન્ય ભક્તજનોને મળી રહે તેવી સુંદર ભાવના સંતો દ્વારા રાખવામાં આવેલ છે અને ત્રણ દિવસ ચાલનારા આ ઉત્સવમાં પ્રથમ બે દિવસ દાદાનું પૂજન,નગરયાત્રા વિગેરે તથા અંતિમ દિવસે બાર કલાકના અભિષેકનું અનોખું આયોજન કરવામાં આવેલ છે. દિવ્યાતિદિવ્ય અને ભવ્યાતિભવ્ય સહસ્રકલ શાભિષેક થવા જઈ રહ્યો છે જેમાં દાદાના પંચમુખી સ્વરૂપનો ૧૦૦૦ કળશો દ્વારા દિવ્ય અભિષેક થશે. આ કળશમાં ભારતના ખૂણે ખૂણેથી ઔષધિઓ મંગાવવામાં આવી છે આં ઔષધિઓના રસથી, દસ પ્રકારના ચંદનના લેપથી દસ કિલો ઘી તેમજ સરસવ, તલ, ચમેલી જેવા તૈલી પદાર્થોના તેલથી પંદર પંદર લીટર દૂધ, દહીં અને મધથી અભિષેક સંપન્ન થશે. તેમજ અનેક પ્રકારના ફળોના રસથી પણ અભિષેક થશે. અભિષેક કરેલા ઔષધિઓ, તેલ,ઘી ,દૂધ, દહીં જેવા દ્રવ્યોને ગર્ભવતી સ્ત્રીઓ, રોગીઓ અને જરૂરિયાત મંદ વ્યક્તિઓ સુધી પહોચાડવામાં આવશે. એક પણ સામગ્રીનો દુરૂપયોગ કે બગાડ ના થાય તેની પૂરી તકેદારી રાખવાની સંતો આયોજન કરી રહ્યા છે. દાદાનો પ્રસાદ બધાને મળે એવી સંતોના હૈયામાં હોંશ છે . આવું ભવ્ય આયોજન ગુજરાતમાં સર્વપ્રથમવાર થઇ રહ્યું છે. ગુજરાત રાજ્યના મહાન તીર્થોના ૫૦૦ વર્ષના ઇતિહાસમાં ક્યાંય જોવા મળ્યું નથી. આ સહસ્રકલશાભિષેકનું ફળ રાષ્ટ્ર અને પ્રજાની સર્વાભિવૃદ્ધિ થાય એ છે. તેની સાથે સાથે સાંપ્રત સમયમાં જે રોગના ભયથી સમગ્ર વિશ્વની પ્રજા દુઃખિ છે તે ભયથી આપણે બધા નિવૃત્ત થઈએ તેમજ જન્મજન્માંતરના પાપ દુર થાય, સામાન્ય માણસના સારા સંકલ્પો પૂર્ણ થાય તેમજ બધાનું સર્વવિધ કલ્યાણ થાય એ આ દિવ્ય આયોજનનું ફળ છે.

Previous articleસૌરાષ્ટ્ર યુનિ. શૈક્ષણિક કર્મચારી મંડળીની ૩૩ સાધારણ સભા યોજાઈ
Next articleકંસારા શુધ્ધીકરણ પ્રોજેક્ટ અંતર્ગત કલ હમારા સંગઠન દ્વારા મ્યુ.કમિશ્નરને રજૂઆત