કલ હમારા સંગઠન દ્વારા શહેરનાં કંસારા શુધ્ધીકરણ પ્રોજેક્ટ અંતર્ગત બેઘર થતાં પરિવારોના પુનઃસ્થાપન અંગે મ્યુ. કમિશ્નરને રજૂઆત કરી હતી.કલ હમારા યુવા સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનગર પાલિકાના કમિશ્નરને રૂબરૂમાં એવા પ્રકારે રજુઆત કરી હતી કે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કંસારા શુધ્ધીકરણ પ્રોજેક્ટ અંતર્ગત આ કંસારાના કાંઠે છેલ્લા ૩૦-૪૦ વર્ષથી વસવાટ કરતા સેંકડો પરિવારો બેઘર થઇ રહ્યા છે. હાલમાં કોરોના મહામારીને કારણે ગરિબ વર્ગના પરિવારો અપાર યાતનાઓ મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારેઆ રીતે બેઘર કરવા કેટલી હદે ઉચીત ગણી શકાય? આથી અમારી માંગ છે કે કંસારા કાંઠાના વિસ્થાપિતોને કાયમી વસવાટ માટે આવાસની ફાળવણી કરવામાં આવે તથા કાર્યવાહી અંતર્ગત ઓછામાં ઓછા લોકોના ઘરો તુટે તેવી કાળજી લેવાની માંગ સંગઠન દ્વારા કરવામાં આવી છે.